અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે 'રામાયણ'ની કૈકેયી, જુઓ તસવીરો

Updated: Apr 13, 2020, 10:17 IST | Sheetal Patel
 • કૈકેયી ફક્ત રાણી નહીં પણ એક યોદ્ધા હતા, આ માટે જ તેઓ દેવાસુર સંગ્રામમાં રાજા દશરથના સારથી પણ હતા. જે એક સરળ કામ નહોતું

  કૈકેયી ફક્ત રાણી નહીં પણ એક યોદ્ધા હતા, આ માટે જ તેઓ દેવાસુર સંગ્રામમાં રાજા દશરથના સારથી પણ હતા. જે એક સરળ કામ નહોતું

  1/13
 • યુદ્ધમાં દશરથ રાજાનાં રથનાં પૈડાની ધરી તુટી ગઇ ત્યારે તેની ધ્રુરામાં કૈકેયી પોતાની આંગળી ખોસીને રથનો અકસ્માત ન થવા દીધો. દશરથે કૈકેઇને ઇચ્છે ત્યારે એક વરદાન માંગવા કહ્યું અને પરિણામે પોતાના દીકરા ભરતને ગાદી મળે એ માટૈ કૈકેયીએ એ વરદાનનો ઉપયોગ કર્યો.

  યુદ્ધમાં દશરથ રાજાનાં રથનાં પૈડાની ધરી તુટી ગઇ ત્યારે તેની ધ્રુરામાં કૈકેયી પોતાની આંગળી ખોસીને રથનો અકસ્માત ન થવા દીધો. દશરથે કૈકેઇને ઇચ્છે ત્યારે એક વરદાન માંગવા કહ્યું અને પરિણામે પોતાના દીકરા ભરતને ગાદી મળે એ માટૈ કૈકેયીએ એ વરદાનનો ઉપયોગ કર્યો.

  2/13
 • ધારવાહિકમાં કૈકેયીનું પાત્ર ભજવનારા પદ્મા ખન્નાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ભોજપૂરી ફિલ્મથી કરી હતી. 1961માં ભૈયા ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

  ધારવાહિકમાં કૈકેયીનું પાત્ર ભજવનારા પદ્મા ખન્નાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ભોજપૂરી ફિલ્મથી કરી હતી. 1961માં ભૈયા ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

  3/13
 • બાદ 1970માં પદ્મા ખન્નાને બૉલીવુડ ફિલ્મ જૉની મેરા નામમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

  બાદ 1970માં પદ્મા ખન્નાને બૉલીવુડ ફિલ્મ જૉની મેરા નામમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

  4/13
 • રામાનંદ સાગરના 'રામાયણ'ના દરેક પાત્રો આજે પણ યાદગાર છે. કૈકેયીનું પાત્ર લોકોને ગમે કે નહીં તે બીજો પ્રશ્ન છે કારણકે તેમણે રામ સાથે પુર્વગ્રહ રાખ્યો પણ એ યાદગાર તો ચોક્કસ છે જ.

  રામાનંદ સાગરના 'રામાયણ'ના દરેક પાત્રો આજે પણ યાદગાર છે. કૈકેયીનું પાત્ર લોકોને ગમે કે નહીં તે બીજો પ્રશ્ન છે કારણકે તેમણે રામ સાથે પુર્વગ્રહ રાખ્યો પણ એ યાદગાર તો ચોક્કસ છે જ.

  5/13
 • રામાયણમાં રાણી કૈકેયીનું પાત્ર ભજવ્યા બાદ અસલ જીવનમાં લોકો પદ્મા ખન્નાને નફરત કરવા લાગ્યા હતા. એક કલાકારની ખાસિયત હોય છે કે તેઓ પોતાના પાત્રથી ઓળખાય.

  રામાયણમાં રાણી કૈકેયીનું પાત્ર ભજવ્યા બાદ અસલ જીવનમાં લોકો પદ્મા ખન્નાને નફરત કરવા લાગ્યા હતા. એક કલાકારની ખાસિયત હોય છે કે તેઓ પોતાના પાત્રથી ઓળખાય.

  6/13
 • પદ્મા ખન્નાએ વિવિધ ભાષાઓની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમણે વધારે કરીને ફિલ્મોમાં ડાન્સરની જ ભૂમિકા ભજવી હતી. એમાં લોફર, જાન-એ-બહાર, પાકીઝા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

  પદ્મા ખન્નાએ વિવિધ ભાષાઓની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમણે વધારે કરીને ફિલ્મોમાં ડાન્સરની જ ભૂમિકા ભજવી હતી. એમાં લોફર, જાન-એ-બહાર, પાકીઝા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

  7/13
 • પદ્મા ખન્નાએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સૌદાગર ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું ગીત 'સજના હૈ મુઝે' ઘણું લોકપ્રિય થયું બન્યું હતું. 

  પદ્મા ખન્નાએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સૌદાગર ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું ગીત 'સજના હૈ મુઝે' ઘણું લોકપ્રિય થયું બન્યું હતું. 

  8/13
 • પદ્મા ખન્ના હવે ગ્લેમર દુનિયાથી દૂર છે. તેમણ દિગ્દર્શક જગદીશ સિદાના સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત 'સૌદાગર' ફિલ્મના સેટ પર થઈ હતી.

  પદ્મા ખન્ના હવે ગ્લેમર દુનિયાથી દૂર છે. તેમણ દિગ્દર્શક જગદીશ સિદાના સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત 'સૌદાગર' ફિલ્મના સેટ પર થઈ હતી.

  9/13
 • 'સૌદાગર' ફિલ્મમાં સિદાના અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. સિદાનાએ ઘણી ફિલ્મો બનાવી જેમાં પદ્મા ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

  'સૌદાગર' ફિલ્મમાં સિદાના અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. સિદાનાએ ઘણી ફિલ્મો બનાવી જેમાં પદ્મા ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

  10/13
 • લગ્ન બાદ પદ્મા ખન્નાએ ફિલ્મોથી વિશ્રામ લઈ લીધો અને અમેરિકા શિફ્ટ થઈ ગયા. જ્યા એમણે ઈન્ડિયાનિકા ડાન્સ એકેડમી ખોલી અને ક્લાસિકલ ડાન્સ શીખવવા લાગ્યા છે.

  લગ્ન બાદ પદ્મા ખન્નાએ ફિલ્મોથી વિશ્રામ લઈ લીધો અને અમેરિકા શિફ્ટ થઈ ગયા. જ્યા એમણે ઈન્ડિયાનિકા ડાન્સ એકેડમી ખોલી અને ક્લાસિકલ ડાન્સ શીખવવા લાગ્યા છે.

  11/13
 • પદ્મા ખન્નાને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. પદ્માએ સાત વર્ષની ઉંમરથી જ કથક શીખવાનું શરૂ કરી દીધું હતું.

  પદ્મા ખન્નાને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. પદ્માએ સાત વર્ષની ઉંમરથી જ કથક શીખવાનું શરૂ કરી દીધું હતું.

  12/13
 • પતિના નિધન બાદ પદ્મા બાળકો સાથે મળીને ડાન્સ ક્લાસ ચલાવે છે. એમના બે બાળકો છે એક દીકરો એક દીકરી છે.

  પતિના નિધન બાદ પદ્મા બાળકો સાથે મળીને ડાન્સ ક્લાસ ચલાવે છે. એમના બે બાળકો છે એક દીકરો એક દીકરી છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાઈરસના કહેર વચ્ચે આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેના લીધે મૉલ, માર્કેટ અને થિયેટરની બહાર પણ તાળા લાગી ગયા છે. એવામાં બધા ફિલ્મો અને સીરિયલનું શૂટિંગ પણ બંધ કરી દેવાયું છે. ત્યારે લોકોના મનોરંજન માટે 1987થી શરૂ થયેલી રામાનંદ સાગરની પ્રસિદ્ધ સીરિયલ 'રામાયણ'નું હાલ ફરીથી પુન:પ્રસારણ થઈ ગયું છે. સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે ડીડી નેશનલ પર લોકો બધા કામ પડતા મૂકીને 'રામાયણ' જોવા બેસી જાય છે. આ સીરિયલના પાત્રો 80ના દાયકામાં પણ એટલા જ પ્રખ્યાત હતા.અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની પરદે દેખાડાતી રામ-સીતાની લવ સ્ટોરી આજે પણ જગપ્રસિદ્ધ છે. પરંતુ રામાયણની વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ તો કૈકેયીને કારણે જ આવ્યો હતો. તેમને કારણે જ રામ-સીતા વનમાં ગયા હતા. આજે આપણે વાત કરવાના છે માતા કૈકેયીની, જે દશરથ રાજાની ત્રણ પત્નીમાંથી એક હતા. જુઓ કૈકેયીના રૂપમાં જોવાં મળેલાં પદ્મા ખન્ના હાલ ક્યાં છે કેવાં દેખાય છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK