કલર્સ ગુજરાતી ચેનલ પર આવતી ગુજરાતી ટીવી સિરીયલ 'લક્ષ્મી સદૈવ મંગલમ્'ની લક્ષ્મીને તો સૌ જાણો જ છો પણ આજે જાણો આ લક્ષ્મીનું પાત્ર ભજવતી સઇને શું ગમે છે. એટલે કે સઇ બર્વે પોતે જણાવે છે કે તેમને વરસાદ ખૂબ જ પ્રિય છે અને એક તરફ જ્યાં હવે ચોમાસું પૂરું થવા આવ્યું છે ત્યારે સઇ બર્વેએ ચોમાસાને (વરસાદને) બાય બાય કરતું નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં સઇની સ્માઇલ તેનો ખુશમિજાજ અંદાજ સ્પષ્ટ જોઇ શકાય છે.