ઑનલાઇન ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ માટે જાણીતા ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા રાજીવ ખંડેલવાલ અભિનીત ‘કોર્ટ માર્શલ’ વેબ-સિરીઝની તૈયારી ચાલી રહી છે. રોમૅન્ટિક સિરિયલ ‘કહીં તો હોગા’ અને રાજકુમાર ગુપ્તાની થ્રિલર ફિલ્મ ‘આમિર’માં પોતાની ઍક્ટિંગથી પ્રશંસા મેળવનારો રાજીવ આ પહેલાં અલ્ટ બાલાજીની ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ સિરીઝમાં ટેલિવિઝન ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે જોડી જમાવી ચૂક્યો છે.
નૉવેલિસ્ટ સ્વદેશ દીપકના જાણીતા નાટક ‘કોર્ટ માર્શલ’ પર આધારિત આ વેબ-સિરીઝમાં ભગવાન તિવારી, ગોવિંદ પાંડે, સ્વપ્નિલ કોતરીવાલ ઉપરાંત ‘ફિર ભી ન માને... બદતમીઝ દિલ’ અને ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી’ સિરિયલમાં દેખાયેલી રોશની સહોતા પણ છે.
આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીની કંપની બનાવશે બે વેબ-સિરીઝ અને એક ડેઇલી સોપ
આ કાસ્ટમાં હવે નવું નામ ઉમેરાયું છે, તે છે સક્ષમ દાયમાનું જેને આપણે હિટલિસ્ટ, સરકાર અને ફોર્સ જેવી ફિલ્મોમાં જોયો છે. ‘કોર્ટ માર્શલ’માં તેનું પાત્ર મહત્ત્વનું હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્પેશ્યલ ઑપ્સ યુનિવર્સની જાહેરાત કરી નીરજ પાન્ડેએ
23rd January, 2021 15:47 ISTTandavના મેકર્સે લીધો નિર્ણય, હટાવવામાં આવશે વિવાદિત સીન
20th January, 2021 15:39 IST'તાંડવ' વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ
20th January, 2021 11:15 ISTવેબ-સિરીઝ વિરુદ્ધ લખનઉમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં વધુ તપાસ
19th January, 2021 16:37 IST