એપ્રિલમાં જીએસટીનું કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયાની સપાટીએ

Published: May 02, 2019, 14:45 IST | (પી.ટી.આઇ.) | નવી દિલ્હી

એપ્રિલમાં ૧.૧૩ લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હોવાનું નાણામંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.

જીએસટી
જીએસટી

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)નું કલેક્શન પાછલા વર્ષના એપ્રિલ મહિનાના ૧.૦૬ લાખ કરોડ રૂપિયાથી વધીને આ વર્ષે એપ્રિલમાં ૧.૧૩ લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હોવાનું નાણામંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.

એપ્રિલમાં જીએસટીની કુલ આવક ૧,૧૩,૮૬૫ કરોડ રૂપિયા રહી છે, જેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) ૨૧,૧૬૩ કરોડ, સ્ટેટ જીએસટી (એસજીએસટી) ૨૮,૮૦૧ કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) ૫૪,૭૩૩ કરોડ અને સેસ ૯૧૬૮ કરોડ રૂપિયાનો સમાવેશ છે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.

માર્ચ માટેનાં ૩૦ એપ્રિલ સુધીમાં ફાઇલ કરવામાં આવેલાં સમરી સેલ્સ રિટર્ન જીએસટીઆર-૩બી ૭૨.૧૩ લાખ રૂપિયાપાં રહ્યાં છે.

એપ્રિલ નાણાકીય વર્ષનો પ્રથમ મહિનો છે. જીએસટી દાખલ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીના ગાળામાં એપ્રિલમાં થયેલું કલેક્શન સૌથી વધુ રહ્યું છે જે પાછલા વર્ષના એપ્રિલના ૧,૦૩,૪૫૯ કરોડ રૂપિયાની તુલનાએ ૧૦.૦૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

સરકારે રેગ્યુલર સેટલમેન્ટમાં આïઇજીએસટીમાંથી ૨૦,૩૭૦ કરોડ, સીજીએસટીના ૧૫,૯૭૫ કરોડ રૂપિયા એસજીએસટી રૂપે સેટલ કર્યા છે.

એ ઉપરાંત ૧૨,૦૦૦ કરોડ રૂપિયા આઇજીએસટીમાંની પુરાંત કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ૫૦-૫૦ના રેશિયોમાં સેટલ કરવામાં આવી છે.

એપ્રિલ ૨૦૧૯માં રેગ્યુલર અને પ્રોવિઝનલ સેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્યોને ૪૭,૫૩૩ કરોડ સીજીએસટી અને ૫૦,૭૭૬ એસજીએસટીની કુલ આવક થઈ છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

૨૦૧૯-’૨૦ માટે સરકાર સીજીએસટીમાંથી ૬.૧૦ લાખ કરોડ અને કૉમ્પેન્સેશન સેસ તરીકે ૧.૦૧ લાખ કરોડ રૂપિયા ઉઘરાવવા માગે છે. આઇજીએસટીની બૅલૅન્સ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીની નક્કી થઈ છે.

૨૦૧૮-’૧૯માં સીજીએસટીનું કલેક્શન ૪.૨૫ લાખ કરોડ અને કૉમ્પેન્સેશન સેસ ૯૭,૦૦૦ કરોડ રૂપિયાથી અધિક રહ્યું હતું.

ગયા મહિને જીએસટીની આવક ૨૦૧૮-’૧૯ની ૯૮,૧૧૪ કરોડ રૂપિયાની માસિક સરેરાશથી ૧૬.૦૫ ટકા અધિક રહી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK