Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉલ્લુ ઍપ પર રિલીઝ થશે હિના ખાનની શૉર્ટ ફિલ્મ સ્માર્ટફોન

ઉલ્લુ ઍપ પર રિલીઝ થશે હિના ખાનની શૉર્ટ ફિલ્મ સ્માર્ટફોન

30 January, 2020 01:09 PM IST | Ahmedabad

ઉલ્લુ ઍપ પર રિલીઝ થશે હિના ખાનની શૉર્ટ ફિલ્મ સ્માર્ટફોન

અક્ષય ઑબેરૉય

અક્ષય ઑબેરૉય


સ્ટાર પ્લસની ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલથી ઘરઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી હિના ખાને રિયલિટી શોથી માંડીને હિન્દી ફિલ્મો સુધીની સફર ખેડી છે અને દર્શકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં તેની હંગામા પ્લેની વેબ-સિરીઝ ‘ડેમેજ્‍ડ 2’ રિલીઝ થઈ છે તો વિક્રમ ભટ્ટની સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘હેક્ડ’થી તે બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

hina



આ સિવાય તેની ‘સ્માર્ટફોન’ નામની શૉર્ટ ફિલ્મ પણ આવતા મહિને રિલીઝ થવાની છે. અંકુશ ભટ્ટ નિર્દેશિત આ ફિલ્મ ઑનલાઇન વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘ઉલ્લુ ઍપ’ પર જોવા મળશે જેમાં હિના બે જુદા-જુદા લુકમાં દેખાશે.


આ પણ વાંચો : સલમાન ખાનને કારણે રોહિત શેટ્ટી પડ્યો મોડો

હિના ખાન ઉપરાંત કુણાલ રૉય કપૂર અને અક્ષય ઑબેરૉય પણ ‘સ્માર્ટફોન’માં લીડ રોલમાં જોવા મળશે. કુણાલ રૉય કપૂર ‘દિલ્હી બેલી’, ‘યે જવાની હૈ દીવાની’, ‘નૌટંકી સાલા’, ‘કાલાકાંડી’ જેવી ફિલ્મોથી જાણીતો બન્યો છે તો અક્ષય ઑબેરૉયે ‘પીત્ઝા’, ‘ફિતૂર’, ‘કાલાકાંડી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 01:09 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK