મેં પણ બૅટિંગ જ લીધી હોત : રોહિત

20 November, 2023 07:20 AM IST  |  Mumbai | Ashwin Ferro

ટૉસ હાર્યા છતાં હજારો પ્રેક્ષકોનું ચિયર-અપ

ગઈ કાલે ભારતની હાર પછી સ્ટાર્ક સાથે વિરાટ (તસવીર : એ.એફ.પી.)

અમદાવાદના ૧,૦૦,૦૦૦ જેટલા પ્રેક્ષકોની હાજરીવાળા અમદાવાદના સ્ટેડિયમમાં ગઈ કાલે રોહિત શર્માએ ટૉસ માટે સિક્કો ઉછાળ્યો એ સાથે જ ચોમેરથી પ્રેક્ષકોએ ઐતિહાસિક મૅચના સાક્ષી હોવાના ભાવ સાથે બૂમો પાડી હતી. જોકે પૅટ કમિન્સ ટૉસ જીતતાં બધે શાંતિ છવાઈ ગઈ હતી. જોકે કમિન્સે ફીલ્ડિંગ પસંદ કરતાં (ભારતને પ્રથમ બૅટિંગ મળતાં) પાછી મોટી બૂમો સંભળાઈ હતી. સેકન્ડ ઇનિંગ્સમાં ભેજને કારણે બોલિંગ કરનાર ટીમને અસરદાર બોલિંગ કરવામાં મુશ્કેલી પડી શકે એવું કહીને કમિન્સે પોતાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો, તો બીજી તરફ રોહિતે કહ્યું કે હું ટૉસ જીત્યો હોત તો મેં પણ પ્રથમ બૅટિંગ જ પસંદ કરી હોત. જે કંઈ હોય, પબ્લિક તો ટૉસ હાર્યા છતાં નિર્ણય બદલ વધુ ખુશ હતા.

ડાન્સર્સને કારણે આઉટફીલ્ડ રોકાયેલું હતું

રસાકસીવાળી વર્લ્ડ કપની ફાઇનલની અધવચ્ચે એન્ટરટેઇનમેન્ટ શો રાખવાનો નિર્ણય પૂર્ણપણે ઠીક નહોતો લાગ્યો. ભારત ૨૪૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું ત્યાર બાદ ક્રાઉડને પણ મનોરંજન જોવાની બહુ ઇચ્છા નહીં હોય. જોકે ભારતના બૅટિંગ પર્ફોર્મન્સને બાજુએ રાખીએ તો પણ એક હકીકત આપણે અવગણી ન શકીએ અને એ હકીકત એ છે કે મોટી સંખ્યામાં ડાન્સર્સને કારણે લગભગ પૂરું આઉટફીલ્ડ બ્લૉક થઈ ગયું હોવાથી પ્લેયર્સને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ ઇનિંગ્સ પહેલાં પ્રૅક્ટિસ માટે બહુ ઓછી જગ્યા મળી હતી.

ટ્રેવિસ હેડનો બૅકવર્ડ રનિંગ કૅચ કપિલના ૧૯૮૩ કૅચ જેવો

ગઈ કાલના સુપરસ્ટાર ટ્રેવિસ હેડે બૅટિંગમાં કમાલ દેખાડી એ પહેલાં તેણે ફીલ્ડિંગમાં કરતબ બતાવ્યું હતું. ડેન્જરસ બૅટર રોહિત શર્મા (૪૭ રન)નો તેણે બૅકવર્ડ-રનિંગ કૅચ પકડ્યો એ સાથે જ ૧૯૮૩ની ફાઇનલમાં કપિલ દેવે વિવ રિચર્ડ‍્સનો જે બૅકવર્ડ-રનિંગ કૅચ પકડ્યો હતો એની યાદ તરત આવી ગઈ હતી. હેડનો આ કૅચ વર્લ્ડ કપના ઇતિહાસના બેસ્ટ કૅચિસમાં અચૂક ગણાશે.

અમદાવાદ ફાઇનલની રેકૉર્ડ-બુક

(૧) વિરાટ કોહલીએ ગઈ કાલે ઓડીઆઇ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બૅટર્સમાં રિકી પૉન્ટિંગનું બીજું સ્થાન લઈ લીધું હતું. કોહલીના ખાતે હવે ૩૭ ઇનિંગ્સમાં બનેલા ૧૭૯૫ રન છે અને પૉન્ટિંગ (૪૨ ઇનિંગ્સમાં ૧૭૪૩) ત્રીજા નંબરે ધકેલાઈ ગયો છે. સચિન વર્લ્ડ કપની ૪૪ ઇનિંગ્સમાં બનાવેલા ૨૨૭૮ રન સાથે મોખરે છે. રોહિત શર્મા (૨૮ ઇનિંગ્સમાં ૧૫૭૫)એ કુમાર સંગકારા (૩૫ ઇનિંગ્સમાં ૧૫૩૨)નું ચોથું સ્થાન લઈ લીધું હતું અને સંગકારા હવે પાંચમા ક્રમે આવી ગયો છે.
(૨) વર્લ્ડ કપની સેમી ફાઇનલ અને ફાઇનલમાં ૫૦ પ્લસનો સ્કોર કરનાર વિરાટ વર્લ્ડનો સાતમો અને ભારતનો પ્રથમ બૅટર બન્યો છે. વિરાટે સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧૭ અને ગઈ કાલે ફાઇનલમાં ૫૪ રન બનાવ્યા હતા. 
(૩) વિરાટ વર્લ્ડ કપમાં સતત પાંચ મૅચમાં ૫૦ પ્લસનો સ્કોર બનાવનાર બીજો તથા બે વાર આવી કમાલ કરનાર પ્રથમ બૅટર બન્યો હતો. વિરાટે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ આવી કમાલ કરી હતી.  ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં સતત મૅચમાં ૫૦ પ્લસ કર્યા હતા. 
(૪) રોહિતે આ વર્લ્ડ કપમાં ૫૯૭ રન બનાવ્યા અને વર્લ્ડ કપની એક એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર કૅપ્ટન્સમાં તેણે કેન વિલિયમસન (૨૦૧૯માં ૫૭૮ રન)ને પાર કરી લીધો હતો.
(૫) આ ઉપરાંત રોહિતે એક જ હરીફ ટીમ સામે સૌથી વધુ સિક્સરનો ગેઇલનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો. ગઈ કાલે ૩ સિક્સર સાથે રોહિતની ઑસ્ટ્રેલિયા સામે રેકૉર્ડ ૮૬ સિક્સર થઈ છે. ગેઇલના નામે ઇંગ્લૅન્ડ સામે ૮૫ સિક્સરનો રેકૉર્ડ હતો. 
(૬) ૧૦૭ બૉલમાં ૬૬ રનની ઇનિંગ્સ સાથે કે. એલ. રાહુલ ભારતનો પાંચમા નંબરે બૅટિંગ કરનાર પ્રથમ બૅટર બન્યો હતો જેણે વર્લ્ડ કપની એક જ એડિશનમાં ૪૦૦ પ્લસ રન બનાવ્યા હોય. રાહુલે ૧૨ મૅચમાં કુલ ૪૫૨ બનાવ્યા છે. 
(૭) ગઈ કાલે બુમરાહે સ્મિથને આઉટ કરતાની સાથે જ ટીમ ઇન્ડિયાએ ૧૬ વર્ષ જૂનો ઑસ્ટ્રેલિયન રેકૉર્ડ તોડી નાખ્યો હતો. સ્મિથની વિકેટ સાથે ભારતીય ટીમે એક જ એડિશનમાં સૌથી વધુ ૯૮ વિકેટ લેવાનો નવો રેકૉર્ડ રચી દીધો છે. આ પહેલાં ૯૭ વિકેટનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના નામે હતો જે એણે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં બનાવ્યો હતો. 
(૮) મિચલ માર્શનો કૅચ કે. એલ. રાહુલના વર્લ્ડ કપની આ એડિશનમાં વિકેટ પાછળ ૧૭ (૧૬ કૅચ અને એક સ્ટમ્પિંગ)મો શિકાર હતો. આ સાથે તેણે વર્લ્ડ કપની એક જ એડિશનમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરવાનો રાહુલ દ્રવિડનો ભારતીય રેકૉર્ડ તોડીને પોતાના નામે કરી લીધો હતો. દ્રવિડે ૨૦૦૩માં કુલ ૧૬ શિકાર (૧૫ કૅચ અને એક સ્ટમ્પિંગ) કર્યા હતા. 

વર્લ્ડ કપ ફાઇનલનો સ્કોરબોર્ડ

ટૉસ : ઑસ્ટ્રેલિયાએ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી

ભારત

પ્લેયર

રન

બૉલ

રોહિત શર્મા : કૉ. હેડ બૉ. મૅક્સવેલ

૪૭

૩૧

શુભમન ગિલ : કૉ. ઝૅમ્પા બૉ. સ્ટાર્ક

વિરાટ કોહલી : બૉ. કમિન્સ

૫૪

૬૩

શ્રેયસ ઐયર : કૉ. ઇંગ્લિસ બૉ. કમિન્સ

કે. એલ. રાહુલ : કૉ. ઇંગ્લિસ બૉ. સ્ટાર્ક

૬૬

૧૦૭

રવીન્દ્ર જાડેજા : કૉ. ઇંગ્લિસ બૉ. હેઝલવુડ

૨૨

સૂર્યકુમાર યાદવ : ઇંગ્લિસ બૉ. હૅઝલવુડ

૧૮

૨૮

મોહમ્મદ શમી : કૉ. ઇંગ્લિસ બૉ. સ્ટાર્ક

૧૦

જસપ્રીત બુમરાહ : એલબીડબ્લ્યુ ઝૅમ્પા

કુલદીપ યાદવ : રનઆઉટ (લબુશેન/કમિન્સ)

૧૦

૧૮

મોહમ્મદ સિરાજ : નૉટઆઉટ

કુલ રન (૫૦ ઓવર)

૨૪૦ ઑલઆઉટ

વિકેટપતન : ૧-૩૦ (ગિલ, ૪.૨), ૨-૭૬ (રોહિત, ૯.૪), ૩-૮૧ (ઐયર, ૧૦.૨), ૪-૧૪૮ (વિરાટ, ૨૮.૩), ૫-૧૭૮ (જાડેજા, ૩૫.૫), ૬-૨૦૩ (રાહુલ, ૪૧.૩), ૭-૨૧૧ (શમી, ૪૩.૪), ૮-૨૧૪ (બુમરાહ, ૪૪.૫), ૯-૨૨૬ (સૂર્યકુમાર, ૪૭.૩), ૯-૨૪૦ (કુલદીપ, ૪૯.૬)

બોલિંગ

ઓવર

મેઇડન

રન

વિકેટ

મિચલ સ્ટાર્ક

૧૦

૫૫

જૉશ હૅઝલવુડ

૧૦

૬૦

ગ્લેન મૅક્સવેલ

૩૫

પૅટ કમિન્સ

૧૦

૩૪

ઍડમ ઝૅમ્પા

૧૦

૪૪

મિચલ માર્શ

ટ્રેવિસ હેડ

ઑસ્ટ્રેલિયા

પ્લેયર

રન

બૉલ

ડેવિડ વૉર્નર : કૉ. વિરાટ બૉ. શમી

ટ્રેવિસ હેડ : કૉ. ગિલ બૉ. સિરાજ

૧૩૭

૧૨૦

૧૫

મિચલ માર્શ : કૉ. રાહુલ બૉ. બુમરાહ

૧૫

૧૫

સ્ટીવ સ્મિથ : એલબીડબ્લ્યુ બૉ. બુમરાહ

માર્નસ લબુશેન : નૉટઆઉટ

૫૮

૧૧૦

ગ્લેન મૅક્સવેલ : નૉટઆઉટ

કુલ રન (૪૩ ઓવર)

૨૪૧/

વિકેટપતન : ૧-૧૬ (વૉર્નર, ૧.૧), ૨-૪૧ (માર્શ, ૪.૩), ૩- ૪૭ (સ્મિથ, ૬.૬), ૪-૨૩૯ (હેડ, ૪૨.૫)

બોલિંગ

ઓવર

મેઇડન

રન

વિકેટ

જસપ્રીત બુમરાહ

૪૩

મોહમ્મદ શમી

૪૭

રવીન્દ્ર જાડેજા

૧૦

૪૩

કુલદીપ યાદવ

૧૦

૫૬

મોહમ્મદ સિરાજ

૪૫

રિઝલ્ટ: ઑસ્ટ્રેલિયાનો ૬ વિકેટે વિજય

world cup india australia indian cricket team rohit sharma virat kohli shubman gill shreyas iyer suryakumar yadav ravindra jadeja jasprit bumrah mohammed siraj mohammed shami cricket news sports sports news