✕

કરણ જોહર અને ખુશી કપૂરની રૅમ્પ પર જમાવટ

15 November, 2026 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યક્રમમાં કરણ જોહરથી લઈને અંકિતા લોખંડે અને ખુશી કપૂર સુધીનાં સિતારાઓએ પોતાના સ્ટાઇલિશ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમની ઓપનિંગ નાઇટનું મુખ્ય આકર્ષણ ‘ધ રનવે બાય અજિયો લક્સ’ ફૅશન-શો રહ્યો હતો.

કરણ જોહર અને ખુશી કપૂર

શુક્રવારની સાંજે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ ગાર્ડનમાં ‘અજિયો લક્સ વીકએન્ડ’ની છઠ્ઠી એડિશનનો ભવ્ય પ્રારંભ થયો હતો. ત્રણ દિવસ ચાલનારા આ લક્ઝરી લાઇફસ્ટાઇલ ફેસ્ટિવલના પહેલા દિવસે બૉલીવુડ અને ટેલિવિઝન જગતની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કરણ જોહરથી લઈને અંકિતા લોખંડે અને ખુશી કપૂર સુધીનાં સિતારાઓએ પોતાના સ્ટાઇલિશ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમની ઓપનિંગ નાઇટનું મુખ્ય આકર્ષણ ‘ધ રનવે બાય અજિયો લક્સ’ ફૅશન-શો રહ્યો હતો. આ ફૅશન-શોમાં કરણ જોહરે પણ રૅમ્પ પર પોતાના અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે કાસાબ્લાન્કાના ડિઝાઇનર આઉટફિટમાં રૅમ્પ પર ઊતર્યો હતો. અહીં ખુશી કપૂરે રૅમ્પ પર ડીપ વી-નેકવાળા લાંબા બ્લેઝર ડ્રેસ, સ્ટાઇલિશ બેલ્ટ અને પ્રિન્ટેડ ટાઇ સાથે તેના લુકને ખાસ બનાવ્યો હતો.

karan johar khushi kapoor ankita lokhande fashion news fashion television news indian television entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood bandra kurla complex bandra