લંડનસ્થિત ઘરમાં ટીમ ઇન્ડિયાની મિજબાની કરી વિરાટ કોહલીએ

20 June, 2025 06:57 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ, વાઇસ-કૅપ્ટન રિષભ પંત, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ટીમના અન્ય કેટલાક સભ્યોની કોહલીએ મિજબાની કરી હતી.

વિરાટ કોહલી, અનુષ્કા શર્મા

ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝની મોટા ભાગની તૈયારી પૂર્ણ કરનાર ટીમ ઇન્ડિયાને સ્ટાર બૅટર વિરાટ કોહલીએ લંડનસ્થિત ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અહેવાલ અનુસાર નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ, વાઇસ-કૅપ્ટન રિષભ પંત, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ટીમના અન્ય કેટલાક સભ્યોની કોહલીએ મિજબાની કરી હતી. 

ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં સામેલ થઈ શકે છે હર્ષિત રાણા 


ઇન્ડિયા-A ટીમ સાથે ઇંગ્લૅન્ડ-ટૂર કરનાર ફાસ્ટ બોલર હર્ષિત રાણાને સિનિયર ટીમ સાથે ત્યાં જ રોકવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય સ્ક્વૉડનો ૧૯મો સભ્ય બની શકે છે. જોકે આ વિશે કોઈ ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવી નથી. જસપ્રીત બુમરાહ જેવા અન્ય સ્ટાર બોલર્સની ઇન્જરીની સંભાવના વચ્ચે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

virat kohli virat anushka anushka sharma test cricket cricket news indian cricket team sports news sports india england london shubman gill Rishabh Pant mohammed siraj