22 June, 2025 07:07 AM IST | Leeds | Gujarati Mid-day Correspondent
અમદાવાદ પ્લેન-ક્રૅશ દુર્ઘટના માટે બ્લૅક આર્મબૅન્ડ અને એક મિનિટનું મૌન
ભારતીય અને ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ તેમ જ ફીલ્ડ અમ્પાયર્સે ગઈ કાલે પહેલી ટેસ્ટ પહેલાં અમદાવાદમાં થયેલી પ્લેન-ક્રૅશ દુર્ઘટનાના પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. રમતી વખતે બન્ને દેશના પ્લેયર્સે બ્લૅક આર્મબૅન્ડ પહેર્યું હતું. ૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બ્રિટનના નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
પ્લેન-ક્રૅશમાં જે બન્યું એનાથી આખો ભારત દેશ નિરાશ છે, પરંતુ અમે અમારી રમતથી ભારતને ફરીથી ખુશ કરવાનો પ્રયાસ કરીશું - ભારતીય ટેસ્ટ વાઇસ કૅપ્ટન રિષભ પંત
પહેલી મૅચ માટે બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારત : યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર અને વાઇસ-કૅપ્ટન), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના
ઇંગ્લૅન્ડ : ઝૅક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હૅરી બ્રુક, બેન સ્ટોક્સ (કૅપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ, જોશ ટૉન્ગ, શોએબ બશીર