✕

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને દિવાળીની શુભકામના આપીને કહ્યું...આ વખતે પણ દિવાળી સૈનિકો સાથે જ ઊજવીશ

08 November, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં તેમણે કહ્યું કે જવાનો વચ્ચે તહેવાર મનાવવો એ હવે તેમનો ક્રમ બની ગયો છે. આ ઉપરાંત તેમણે જનસંપર્ક પોર્ટલ અને ઈમેઇલ દ્વારા પણ Viksit Bharatના નિર્માણ માટે નવેસરથી ઊર્જા સાથે કામ કરવાનું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક વિડિયો-મેસેજ દ્વારા દેશના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ તહેવારને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક ગણાવીને તમામ નાગરિકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. ૫૦ સેકન્ડના આ વિડિયોમાં તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દિવાળી ભારતીય સૈનિકો સાથે જ ઊજવશે. 
નરેન્દ્ર મોદી ૨૦૧૪થી દર વર્ષે સૈનિકો સાથે દિવાળી ઊજવવાની પરંપરા નિભાવી રહ્યા છે. તેમણે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન બેઝ કૅમ્પથી આ શરૂઆત કરી હતી. ત્યાર બાદ પંજાબ, ચાઇના બૉર્ડર, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાતના સર ક્રીક અને ઇન્ડિયન નેવલ શિપ (INS) વિક્રાંત જેવાં મહત્ત્વનાં લશ્કરી મથકો પર જવાનો સાથે તહેવારની ઉજવણી કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં તેમણે કહ્યું કે જવાનો વચ્ચે તહેવાર મનાવવો એ હવે તેમનો ક્રમ બની ગયો છે. આ ઉપરાંત તેમણે જનસંપર્ક પોર્ટલ અને ઈમેઇલ દ્વારા પણ Viksit Bharatના નિર્માણ માટે નવેસરથી ઊર્જા સાથે કામ કરવાનું આહ‍્વાન કરીને સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

અયોધ્યામાં ૫૬ ઘાટ પર રેકૉર્ડબ્રેક ૩૦+ લાખ દીવડા પ્રગટ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગઈ કાલે દસમો દીપોત્સવ ઊજવવામાં આવ્યો હતો. રામ કી પૈડી સહિત ૫૬ ઘાટ પર ૩૩ હજાર સ્વયંસેવકોએ ૩૦ લાખથી વધુ દીવડા પ્રગટાવીને નવો વિક્રમ સર્જ્યો હતો. આ દીપોત્સવમાં રામાયણના પ્રસંગો પર આધારિત ૨૧ ઝાંખીઓ કાઢવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા ૨૧૦૦ ડ્રોનની મદદથી આકાશમાં એક ભવ્ય ડ્રોન-શો અને સરયૂકિનારે લેઝર શો યોજવામાં આવ્યો હતો. એમાં સીતાહરણ, લંકાદહન અને રાવણવધ જેવા રામાયણના પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા.

narendra modi diwali festivals india indian army national news Bharat news social media punjab china jammu and kashmir rajasthan gujarat