Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળ માટે TMCએ ઉતાર્યા 42 ઉમેદવારો, ક્રિકેટર યુસુફ પઠાણ પણ લડશે ચૂંટણી

10 March, 2024 03:25 PM IST  |  West Bengal | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ 3 નામોની જાહેરાત થવાની બાકી છે.

મમતા બેનર્જીની ફાઇલ તસવીર

આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે પશ્ચિમ બંગાળમાં ઈન્ડિયા એલાયન્સની સીટ વહેંચણી અંગે સતત ચર્ચાઓ ચાલી રહી હતી. હવે એ ચર્ચાને વિરામ લાગી ગયો છે. કારણકે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી તરફથી હવે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 

ક્રિકેટર યુસુફ પઠાણને અપવામાં આવી ટિકિટ

પ્રાપ્ત અહેવાલો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો (Lok Sabha Elections 2024) માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ 3 નામોની જાહેરાત થવાની બાકી છે. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ પણ સમાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યુસુફ પઠાણ બહેરામપુર બેઠક પરથી ચૂંટણી લડવાનો છે. હવે તે જોતાં જ કહી શકાય કે યુસુફ પઠાણનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સાથે થવાનો છે.

કોણ છે અન્ય ઉમેદવારો?

મહુઆ મોઇત્રા પણ કૃષ્ણનગરથી ચૂંટણી (Lok Sabha Elections 2024) લડવાના છે. વર્તમાન સાંસદ અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલ બેઠક પરથી ફરી ચૂંટણી લડશે. આ સિવાય અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો કાંથીથી ઉત્તમ બારિક, ઘાટલથી અભિનેતા દેબ, ઝાગ્રામથી પદ્મશ્રી કાલિપદા સોરેન, મેદિનીપુરથી જૂન માલિયા, પુરુલિયાથી શાંતિ રામ મહતો, બાંકુરાથી અરૂપ ચક્રવર્તી, વર્દમાન દુર્ગાપુરથી કીર્તિ આઝાદ, બીરભૂમથી શતાબ્દી રોય, બિષ્ણુપુરથી સુદાતા મંડલ ખાન. આસનસોલથી શત્રુઘ્ન લડશે. 

જ્યારે કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રા, રાણાઘાટથી મુકુટ મણિ અધિકારી, બાણગાંવથી બિસ્વજીત દાસ, બેરકપુરથી પાર્થ ભૌમિકને લોકસભાની ટિકિટ મળી છે. આ ઉપરાંત દમદમથી સૌગત રોય, બારાસતથી કાકોલી ઘોષ દસ્તીદાર, બસીરહાટથી હાજી નૂરુલ ઈસ્લામ, જયનગરથી પ્રતિમા મંડળ, મથુરાપુરથી બાપી હલદર, ડાયમંડ હાર્બર- અભિષેક બેનર્જી, જાદવપુરથી શાયની ઘોષ, કોલકાતાથી મામા રોય, દક્ષિણમાંથી સુદીપ રોય. કોલકાતા નોર્થ. બંધોપાધ્યાય, હાવડાથી પ્રસુન બેનર્જી ફૂટબોલર, ઉલુબેરિયાથી સજદા અહેમદ, શ્રીરામપુરથી કલ્યાણ બેનર્જી, હુગલીથી રચના બેનર્જી, અરામબાગથી મિતાલી બાગ અને તમલુકમાંથી દેવાંશુ ભટ્ટાચાર્યને ટિકિટ (Lok Sabha Elections 2024) મળી છે.

કોંગ્રસ સાથે ટીએમસી ગઠબંધન નહીં કરે એ પાકું

હવે આ યાદી જારી કરવામાં આવી છે ત્યારે એ ચિત્ર તો ક્લિયર થઈ ગયું છે કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. પાર્ટીએ તમામ 42 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે બેઠકો (Lok Sabha Elections 2024)ની વહેંચણીને લઈને છેલ્લા બે મહિનાથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ ન હતી. ટીએમસી કોંગ્રેસને માત્ર 2 સીટો આપવા માંગતી હતી, જ્યારે કોંગ્રેસ 10-12 સીટો માંગી રહી હતી. હવે તો ટીએમસીએ પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે ત્યારે આ બધી જ ચર્ચાનો અંત આવી ગયો છે.

આમ પણ જ્યારે ઈન્ડિયા ગઠબંધન ભાંગ્યું હતું ત્યારે મમતા બેનર્જીએ પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. અને હવે તો બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આ વાતની પુષ્ટિ થઈ હતી.

trinamool congress mamata banerjee Lok Sabha Election 2024 congress west bengal yusuf pathan india national news