નવું અને નોખું જોવું હોય તો ભક્તિ રાઠોડના વૉર્ડરૉબમાં ડોકિયું કરવું જ રહ્યું

12 July, 2023 04:00 PM IST  |  Mumbai | Rachana Joshi

`પુષ્પા ઇમ્પોસિબલ` ફૅમ અભિનેત્રી ભક્તિ રાઠોડના વૉર્ડરૉબમાં તો સાડીઓની વિવિધતાનો ભંડાર જોવા મળશે, વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેકમાં વિવિધતા જોવા મળશે

ભક્તિ રાઠોડ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

ટેલિવિઝનમાં બાળપણમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી ભક્તિ રાઠોડ (Bhakti Rathod)ને તમે ટીવી સ્ક્રિન પર, સિલ્વર સ્ક્રિન પર અને રંગભૂમિ પર અભિનય કરતા જોયા છે. `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી` સિરિયલ દ્વારા બાળ કલાકાર તરીકે ડેબ્યુ કરનાર અભિનેત્રી ભક્તિ રાઠોડ અત્યારે સબ ટીવીની ‘પુષ્પા ઇમ્પોસિબલ’ દ્વારા દર્શકોના દિલો પર રાજ કરી રહ્યાં છે. તેમની ફેશન અને સ્ટાઇલના દિવાનાઓનું લિસ્ટ લાંબું છે. તેમના ફેશનનું શું સિક્રેટ છે અને વૉર્ડરૉબમાં શું ખાસિયત છે તે જાણવાની ઉત્સુકતા સહુને છે. ભક્તિ રાઠોડ આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મારા હસબન્ડે મારી માટે મસ્ત વૉક-ઇન-વૉર્ડરૉબ બનાવડાવ્યું છે. પણ સાચું કહું ને તો એ પણ મને ઓછું પડે છે. હસબન્ડના વૉર્ડરૉબમાં પણ અડધી જગ્યા મેં રોકી લીધી છે.

મારું માનવું છે કે, છોકરી ભલે પરણીને સાસરે જતી રહે પણ એના પિયરમાં એની વસ્તુઓ ખાસ કરીને કપડાં માટે થોડીક જગ્યા હોવી જ જોઈએ. આ જ વિચારથી મેં અમારા ઘરમાં મારા નણંદ માટે અલગથી વૉર્ડરૉબ બનાવડાવ્યું છે. જોકે, આમાં મજાની વાત એ છે કે… એ વૉર્ડરૉબમાં પણ મોટાભાગના કપડાં તો મારા જ છે.

 

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબમાં વેરાયટી જોવા મળે તે વૉર્ડરૉબ મારું. બનારસી સાડી પણ હોય અને પૈઠણી પણ હોય, લહેરિયું પણ હોય અને સાથે જ સેક્સી લૉન્ગ ગાઉન પણ હોય. દરેક સ્ટાઇલના કપડાં અને એમાં પણ દરેક પ્રકારનું વર્ક કે જોવા મળે એ વૉર્ડરૉબ મારું જ હોય.

 

આ પણ વાંચો – વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : વૉર્ડરૉબ ઑર્ગેનાઇઝ કરવું બહુ જ અઘરું છે. એના માટે હું વિશેષ સમય તો નથી કાઢતી પરંતુ જ્યારે સમય મળે ત્યારે થોડુંક ક્વિકલી ઓર્ગેનાઇઝ કરી લઉં છું.

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : હું મલ્ટીટાસ્કર છું એટલે સાચું કહું તો મને વૉર્ડરૉબ ગોઠવવામાં એટલો સમય નથી લાગતો.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ :  હું ફ્રેન્ડસની મોનિકા જેવી છું. મને થોડું કલરનું ઓસીડી છે. હું પર્ફેક્ટલી કલર મુજબ જ કપડાં ગોઠવું. એટલે જ્યારે મને વ્હાઇટમાં કંઈક પહેરવાની ઇચ્છા હોય તો હું વ્હાઇટ કપડાંની થપ્પી તરફ જ જોઉં અને જો બ્લેકમાં કંઈક પહેરવાનું મન થાય તો માત્ર એક જ ખુણામાં નજર કરવાની રહે. ફક્ત કલર પ્રમાણે જ નહીં પણ હું તો કલરમાં પણ પાછા પેટર્ન પ્રમાણે કપડાંની ગોઠવણી કરું. એટલે જ તો કહ્યું ને કે, મને ઓસીડી છે.

 

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : વૉર્ડરૉબ ગોઠવવામાં કેટલીક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે વેલવેટના મટિરિયલને બાજુ-બાજુમાં ન લટકાવાય. વેલવેટની બાજુમાં એને ચોંટી ન જાય અને ખરાબ ન કરે તે બાબતનું ધ્યાન રાખવાનું હોય છે.

બીજું, સાડીના કવરમાં તેનો ચણીયો, બ્લાઉઝ, સાથેની મેચિંગ જ્વેલરી, તેનું મેચિંગ રબરબેન્ડ હોય કે પછી તેમાં કોઈ ચોક્કસ પ્રકારની સેફ્ટપીન કે સાડી પીન વાપરતા હોય તે બધું જો એકસાથે કવરમાં મુકી દો તો તમને તૈયાર થતા સમયે મુશ્કેલી નથી પડતી.

 

આ પણ વાંચો – મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : ના જરાય નહીં. મને શૅર કરવામાં બહુ જ ગુસ્સો આવે. હું મારું વૉર્ડરૉબ કોઈની સાથે ત્યારે જ શૅર કરું જ્યારે મને સામેવાળી વ્યક્તિ બહુ જ ગમી જાય. જોકે, ભાગ્યે જ એવું બને કે મને કોઈ વ્યક્તિ ગમી જાય અને જો કોઈ વ્યક્તિ ગમી જાય તો હું એને મારો જીવ પણ આપી દઉં, વૉર્ડરૉબની સ્પેસ તો બહુ નાની વાત છે.

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના જરાય નહીં, ગણતરી કરવાનું વિચારીશ તો પણ કરવી મુશ્કેલ છે. જો ફક્ત સાડીઓની જ વાત કરુંને તો મને મારા લગ્નના આણાંમાં મારા પિયરમાંથી જ ૫૧ સાડી આપેલી તો હવે તમે વિચારો ગણતરી કરવામાં કેટલો સમય વેડફવો પડશે.

જો ચપ્પલની વાત કરું તો, લગભગ ૩૫-૪૦ જોડી છે કદાચ વધારે પણ હશે. મને મારા સાસુ હંમેશા કહે કે, બહાર શુ રૅક માં અંદર વૉર્ડરૉબમાં બધે જ તારા ચપ્પલ છે ભક્તિ. ક્યાંક તો અમારી માટે જગ્યા રાખ.

 

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : સાચું કહું તો મને શોપિંગનો બહુ શોખ છે. હું જ્યાં જાઉંને ત્યાંથી શોપિંગ કરું. એ પછી ત્યાંના મૉલ્સમાંથી હોય કે સ્ટ્રીટ્સ પરથી હોય. થૅન્ક ગૉડ મારી ફેશન, સ્ટાઇલિંગ અને શોપિંગ સેન્સ સારી છે એટલે કોઈ મારા કપડાં જોઈને કહી ન શકે કે આ મોઘું હશે કે સસ્તું.

બાકી જો, મારા માટે પૈસા અને ઈમોશન્સની દ્રષ્ટિએ સોથી મોંઘુ આઉટફિટ હોય તો તે છે બનારસી સાડી. મારા લગ્ન ધીરજ સાથે ફાઈનલ થયા તેના થોડા સમય પછી મારી મમ્મીના બુક લૉન્ચના પ્રસંગે હું, મમ્મી અને પપ્પા દિલ્હી ગયા હતા. ત્યારે ચાંદની ચૌકમાં ફરતા-ફરતા મારી નજર એક બ્રાઇડલ શો-રુમ પર પડી હતી. પછી મારા પપ્પા મને હાથ પકડીને દુકાનની અંદર લઈ ગયા અને ત્યાથી ૫૬,૦૦૦ રુપિયાની પ્યૉર બનારસી સાડી લઈ આપી. સાથે જ કહ્યું કે, બેટા તારા લગ્નના આણાંની શોપિંગની શરુઆત આજથી થાય છે. આ તારી પહેલી સાડી.

એમ જ બીજો એક કિસ્સો કહું… મારી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર મારા સાસુએ મને ૧૧,૦૦૦ રુપિયા હાથમાં આપ્યા અને કહ્યું કે તને ગમે એવી સાડી લઈ લેજે. કારણકે મને તારા જેટલી સરસ ચોઈસ કરતા નહીં આવડે. પછી હું ઉપડી ટાઉનમાં કલાનિકેતન સાડી લેવા, કારણકે મને ત્યાંથી સાડીઓ લેવી બહુ ગમે છે. દુકાનમાં ગયા પછી એવું થયું મને એક વ્હાઇટ સાડી ગમી પણ એની પ્રાઇઝ હતી ૩૨,૦૦૦ એટલે મેં કહ્યું ના ધીરજ આટલા પૈસા મારે આ સાડીમાં નથી નાખવા, હું મમ્મીના બજેટમાં જ સાડી લઈ લઈશ. પછી ૧૧,૦૦૦માં મેં બીજી સાડી પસંદ કરી અને હું બિલિંગ કાઉન્ટર પર ઉભી હતી ત્યારે મારા હાથમાં બે બેગ્સ આવી એટલે મેં તેમને કહ્યું કે ભાઈ ભુલમાં બે બેગ આવી ગઈ છે. મેં એક જ સાડી લીધી છે. ત્યારે એમણે કહ્યું કે, મેડમ આ બીજી બેગમાં જે સાડી છે એ તમારા હસબન્ડે તમારી માટે લીધી છે. મેં બેગમાં જોયું તો પેલી વ્હાઇટ સાડી હતી. હું એટલી ખુશ થઈ ગઈ ને… આ મારું સૌથી અમુલ્ય આઉટફિટ છે.

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : એવું કંઈ હોતું હશે! એમ ઇનજસ્ટિસ થોડી કરાય કંઈ. એક ખુણો ગમે છે એમ કહું તો બીજાને ખોટું લાગી જાય ને.

 

આ પણ વાંચો – મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : એક સાડી – જેમાં સ્ત્રીનું સ્ત્રીત્વ ખીલેલું દેખાય. એક મિડ વેસ્ટ ડેનિમ – જે ક્લાસી અને સેક્સી લુક આપશે. ત્રીજું વૉર્ડરૉબમાં બૉયફ્રેન્ડ શર્ટ તો હોવો જ જોઈએ. ચોથું દુપટ્ટા – સારા દુપટ્ટા, એવા દુપટ્ટા જે જોઈને તમને એની માટે ડ્રેસ ખરીદવાનું મન થાય અને છેલ્લે દરેક સ્ત્રીના વૉર્ડરૉબમાં એક બિકીની તો હોવી જ જોઈએ – જે કૉન્ફિડન્સ આપે અને બ્યુટી ફિલ કરાવે.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : બન્નેને એકસરખું મહત્વ આપું. ક્યાંય મારે સ્ટાઇલ માટે કમ્ફર્ટ કોમ્પ્રોમાઇઝ કરવો પડે તો ચાલે અને વાઇસ અ વર્સા.

 

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : આઇ એમ અ ટ્રેન્ડ સૅટર. બાકી મારી સ્ટાઇલ તો અનપ્રેડિક્ટેબલ છે. હું વેરાયટી લવર છું. મને આજે કંઈક ગમે અને કાલે કંઈક ગમે, મારી પસંદ આજે કંઈક અલગ હોય તો કાલે કંઈક અલગ હોય.

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : એક આર્ટિસ્ટ સાથે આવા બનાવ તો બનતા જ રહે છે. આર્ટિસ્ટ તેને કઈ રીતે હેન્ડલ કરે છે તે જ તો તેમની ખુબી હોય છે. આવા તો અનેક કિસ્સાઓ થયા છે. જો કહેવા જઈશ તો સમય ઓછો પડશે.

 

આ પણ વાંચો – કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન ઇઝ અ સ્ટેટમેન્ટ. તમે કંઈ બોલશો એ પહેલાં તમારાં કપડાં બોલશે. ઘણા લોકો કહે ને, ગમે ત્યારે ગમે ત્યાં પહેરીને નીકળી જવાનું બધું ચાલે. પણ હું નથી માનતી એ બાબત. મારું માનવું છે કે… ક્યાં, કોની સાથે અને શું કામ જાવ છો તે બાબતનું ધ્યાન રાખવું ખાસ જરુરી છે. તેના આધારે તમારે તમારો લુક નક્કી કરવાનો. લોકો તમને ચાર શબ્દો બોલતા તો પછી સાંભળશે પણ તમને પહેલા જોશે અને જોઈને તમારા વિશે કેટલીક બાબતો નક્કી કરશે એટલે પહેરવેશ તો વ્યવસ્થિત હોવો જ જોઈએ.

wednesday wardrobe fashion fashion news entertainment news dhollywood news indian television television news gujarati film life and style rachana joshi