IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સના ત્રણ સભ્યો કોરોના પૉઝિટિવ, પ્લેયર્સના રીપોર્ટ નેગેટિવ

03 May, 2021 06:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ટીમે આજનું પ્રેક્ટિસ સેશન રદ કર્યું

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની ફાઈલ તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)

કોરોના વાયરસ (Covid-19)ના સંક્રમણમાંથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝન પણ બાકી નથી રહી. IPL પર પણ કોરોના સંકટ મંડરાય રહ્યું છે. સોમવારે સવારે કલકત્તા નાઇડ રાઇડર્સ (Kolkata Knight Riders)ની ટીમના બે પ્લેયર વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ વધુ IPLની વધુ એક ટીમના લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. IPLની ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેથી ટીમે આજનું એટલે કે સોમવારનું પ્રેક્ટિસ સેશન રદ કર્યું છે.

ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, ચેન્નઈ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથન, બોલર કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બસના ક્લિનરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ટીમના અન્ય સભ્યો હાલ દિલ્લીમાં છે. જેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. રવિવારે કરવામાં આવેલા ટેસ્ટ બાદ આ સમાચાર સામે આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, કાશી વિશ્વનાથન, લક્ષ્મીપતિ બાલાજી અને મેન્ટેનન્સ સ્ટાફના સભ્યોએ તેમની સ્થિતિને અનુલક્ષીને સોમવારે સવારે ફરી નવો ટેસ્ટ કરાવ્યો હતો. જો તેઓ ફરી પૉઝિટીવ આવશે તો તેઓએ ટીમના બાયો-બબલની બહાર એકલતા સુવિધામાં ૧૦ દિવસ પસાર કરવા પડશે. આ પછી, ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. ટીમના બાયો-બબલમાં પ્રવેશ મેળવવા માટે, તેમને બે વાર પરીક્ષણ અહેવાલમાં નેગેટિવ આવવું જરૂરી છે.

આ પણ વાંચોઃ IPL 2021: કલકત્તાના બે ખેલાડી કોરોના પૉઝિટિવ થતા આજની RCB સામેની મેચ રદ

સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની આગામી મેચ પાંચ મેના રોજ રાજસ્થાન રૉયલ્સ સામે દિલ્હીમાં રમાવાની છે. તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી આ મેચ પર કોઈ અસર નહીં થાય અને તે નિર્ધારિત સમયે રમવામાં આવશે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings coronavirus covid19