વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં શફાલી વર્માનો નંબર ન લાગ્યો

21 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર ૧૪ વન-ડેમાં તેણે એક સદી અને પાંચ ફિફ્ટીની મદદથી ૭૦૩ રન કર્યા છે. ૩૦ સપ્ટેમ્બરે ઓપનિંગ ડે પર ભારતીય ટીમ શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

કૅપ્ટન હરમનપ્રીત કૌર

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારત અને શ્રીલંકામાં આયોજિત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને એ પહેલાંની ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટેની ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી.

આ વન-ડે વર્લ્ડ કપની ટીમમાં ૨૧ વર્ષની ઓપનર શફાલી વર્માને સ્થાન નથી મળ્યું. ૨૯ વન-ડેમાં ૪ ફિફ્ટીની મદદથી ૬૪૪ રન કરનાર શફાલી છેલ્લે ઑક્ટોબર ૨૦૨૪માં વન-ડે ફૉર્મેટમાં રમી હતી. તેનું સ્થાન ડિસેમ્બર ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર ૨૪ વર્ષની પ્રતીકા રાવલે લીધું છે. માત્ર ૧૪ વન-ડેમાં તેણે એક સદી અને પાંચ ફિફ્ટીની મદદથી ૭૦૩ રન કર્યા છે. ૩૦ સપ્ટેમ્બરે ઓપનિંગ ડે પર ભારતીય ટીમ શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

વર્લ્ડ કપ માટે ભારતીય વિમેન્સ સ્ક્વૉડ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), પ્રતીકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રૉડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાન્તિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરણી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર) અને સ્નેહ રાણા

harmanpreet kaur indian cricket team indian womens cricket team womens world cup world cup cricket news india sri lanka australia board of control for cricket in india international cricket council sports news sports