09 November, 2026 09:56 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
૨૦૨૬ કિલો શાકભાજીથી ભવ્ય રંગોળી
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી શ્રી સુરત પાંજરાપોળ દ્વારા દિવાળીના પાવન પર્વ પર ગૌસેવાનો અનોખો નજારો જોવા મળ્યો. અહીં ૫૦ બાય ૫૦ ફુટની વિશાળ અને ભવ્ય શાકભાજીની રંગોળી બનાવવામાં આવી હતી. એ માટે ૨૦૨૬ કિલો રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભક્તિ, શ્રદ્ધા અને ગૌસેવાના અનોખા સંગમસમાન આ રંગોળીને મહાપ્રસાદ તરીકે ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યો હતો.