13 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
દિલ્હીથી અમદાવાદ સુધી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171માં મુસાફરી કરનાર આકાશ વત્સાએ X (પૂર્વે Twitter) પર એક ચોંકાવનારો અનુભવ શૅર કર્યો હતો. તેણે જણાવ્યુ કે વિમાનમાં તે જયારે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. માત્ર બે કલાક બાદ એજ વિમાન અમદાવાદથી લંડન જતા સમયે દુર્ઘટનાગ્રસ્ત બન્યું.
આકાશના જણાવ્યા મુજબ ફ્લાઇટ દરમિયાન ઍર કન્ડીશનિંગ સંપૂર્ણ રીતે બંધ હતું અને મુસાફરો મેગેઝીન વડે પોતાને પંખા વીંઝી રહ્યા હતા. ઇન-ફ્લાઇટ એન્ટરટેઇન્મેન્ટ સ્ક્રીનો કામ નહોતી કરી, કેબિન ક્રૂના કૉલ બટન પણ બંધ હતાં અને રીડિંગ લાઇટ પણ શરૂ થતી નહોતી.
તેણે આ બધી ખામીઓના વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા હતા અને એર ઇન્ડિયાને તાકીદ કરી હતી કે સમસ્યાઓ દૂર થાય. જો કે, થોડા સમય બાદ તેણે એ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી હતી. આજે જ્યારે એજ વિમાન અમદાવાદમાં ક્રૅશ થયું હતું, ત્યારે તેનો અનુભવ એક ગંભીર ચેતવણી સમાન સાબિત થાય છે.
વિમાન દુર્ઘટનાની ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ લંડન ગેટવિક માટે અમદાવાદથી ઉડાન ભરીને માત્ર થોડા જ મિનિટમાં 825 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી અને પછી ઝડપથી નીચે પડીને એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ધડાકાભેર ક્રૅશ થઈ.
હવે એવિએશન અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. પરંતુ આકાશ વત્સાની સાક્ષાત્કારી વિડીયો અને અનુભવ એ તથ્યો પર પ્રકાશ પાડે છે કે કદાચ વિમાન પહેલા થી જ ટેકનિકલ રીતે અસુરક્ષિત સ્થિતિમાં હતું.
આ સાક્ષીએ માત્ર દુર્ઘટનાને વધુ માનવિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ ઍર ઇન્ડિયાની સુરક્ષા અને જાળવણી પ્રણાલીઓ સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ઍર ઇન્ડિયાનું પ્રવાસી વિમાન અમદાવાદના ક્રૅશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં લગભગ 242 જેટલા પ્રવાસીઓ હતા, જોકે તેમના બાબતે કોઈ વધુ માહિતી સામે આવી નથી અને આ આંકડો ઓછો કે વધારે પણ હોઈ શકે છે. આ ઘટનાને લઈને એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે કેટલા પ્રવાસીઓ જખમી કે મૃત્યુ પામ્યા છે તે અંગે કોઈપણ માહિતી સામે આવી નથી. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રેશમાં 100 લોકોના મોત થયા હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટમાં ગુજરાતના ભુતપૂર્વ મૂખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી પણ હતા એવી આશંકા છે. ટેક ઑફ થયા બાદ બે મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ ખાતે બની હતી.