કોરોનાનો કહેરઃ મહારાષ્ટ્રમાં ૬૬ નવા કેસ, અત્યાર સુધી દેશમાં ૧૧ લોકોના મોત

29 May, 2025 06:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસનો કહેર વધવા લાગ્યો છે; મહારાષ્ટ્રમાં COVID-19ના ૬૬ નવા કેસ નોંધાયા; ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ કેસ વધ્યા

ફાઈલ તસવીર

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (Coronavirus)ના કેસ વધવા લાગ્યા છે. દેશમાં દરરોજ કોવિડ (Coronavirus Updates)ના નવા કેસ નોંધાઈ રહ્યા છે. બુધવાર સવાર સુધીમાં ભારતમાં ૧,૦૪૭ સક્રિય કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્ર (Maharashtra)માં ૬૬ નવા કેસ અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ૧૦ નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક પણ ૧૧ પર પહોંચી ગયો છે. દેશમાં કોવિડને હરાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘણા રાજ્યોએ હૉસ્પિટલોને માર્ગદર્શિકા જારી કરી છે.

આરોગ્ય મંત્રાલય (Health Ministry)એ ૨૬ મે સુધીના ડેટા અપડેટ કર્યા હતા. તેમાં જણાવાયું હતું કે, દેશમાં ૧,૦૧૦ સક્રિય કેસ હતા, પરંતુ હવે તેની સંખ્યા વધી ગઈ છે.  કેરળ (Kerala)માં કોરોનાના ૪૩૦ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૮ કેસ છે. દિલ્હી (New Delhi)માં ૧૦૪, કર્ણાટક (Karnataka)માં ૧૦૦ અને ગુજરાત (Gujarat)માં ૮૩ કેસ છે. રાજસ્થાન (Rajasthan)માં ૩૨, મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં ૫ અને યુપીમાં ૩૦ કેસ છે. ઉપરાંત, આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં અત્યાર સુધી કોરોનાના ૨ સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ (West Bengal), કર્ણાટક (Karnataka) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં કુલ ૧૧ દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયો વધારો

મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૮ કેસ છે. મહારાષ્ટ્રમાં ૬૬ નવા કેસ નોંધાયા છે, જેમાંથી ૩૧ કેસ મુંબઈ (Mumbai) શહેરના છે. જો આપણે અહીં કુલ સક્રિય કેસની વાત કરીએ તો તે ૩૨૫ થઈ ગયા છે. મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈની જેજે હોસ્પિટલ (JJ Hospital)માં ૧૫ બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ વધ્યા

ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ૨૬ મે સુધી અહીં ૧૫ એક્ટિવ કેસ હતા, જેમાં હવે ૧૦ કેસ વધુ વધ્યા છે. ગાઝિયાબાદ (Ghaziabad)માં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૪ પર પહોંચી ગઈ છે. ગાઝિયાબાદમાં ૧૩ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. ગાઝિયાબાદમાં ૪ મહિનાનું બાળક પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યું છે. રાજ્યની હોસ્પિટલોને કોરોના અંગે એલર્ટ કરવામાં આવી છે.

રાજસ્થાનમાં કોરોના અપડેટ

દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થયો છે. રાજસ્થાન (Rajasthan)માં કોવિડ વાયરસના ચેપે ફરી એકવાર દસ્તક આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોનાના કુલ ૭ નવા કેસ નોંધાયા છે. જોધપુર (Jodhpur)માં પણ કોરોનાના ચેપના કેસ નોંધાયા છે, જ્યાં એક નવજાત શિશુ સહિત ઘણા દર્દીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

coronavirus covid19 india maharashtra news maharashtra rajasthan uttar pradesh andhra pradesh new delhi kerala karnataka west bengal national news news ministry of health and family welfare