“શિક્ષકો વધુ પગારના ભૂખ્યા” એવી ટિપ્પણી કરનાર ગુજરાત સરકારના નેતાએ માફી માગી

15 June, 2026 05:54 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

તેમણે કહ્યું, "આજે, તેઓને આટલો વધુ પગાર મળે છે... છતાં તેમની ભૂખ અતૃપ્ત છે. તેઓ હજી પણ વિરોધ પ્રદર્શન કરે છે. તેઓ મોદી-સાહેબ અને સરકારનો વિરોધ કરે છે. આપણા વડીલોને પૂછો; તેઓ રૂ. 500 કે રૂ. 1,000 માં કામ કરતા હતા. આજે શિક્ષકોને મળતા પગાર જુઓ.

ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારા

ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારાએ શિક્ષકો વિશે અપમાનજનક ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શિક્ષકો ‘વધારાના પગાર માટે ભૂખ્યા છે’. તેમના નિવેદન બાદ, એક શિક્ષક સંગઠને માગ કરી હતી કે તેઓ તેમની ટિપ્પણીઓ પાછી ખેંચે અને માફી માગે. કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. અગાઉની સરકારોની સ્થિતિની તુલના વર્તમાન વિકાસ પહેલ સાથે કરતી વખતે, તેમણે શિક્ષકો અને તેમના પગાર પર ટિપ્પણી કરી. શિક્ષણ ક્ષેત્રનો ઉલ્લેખ કરતા, કટારાએ નોંધ્યું કે ગામડાની શાળાઓમાં અગાઉ સુવિધાઓનો અભાવ હતો અને શિક્ષકો ખૂબ ઓછા વેતન પર કામ કરતા હતા.

મંત્રીએ શિક્ષકો વિશે શું કહ્યું?

તેમણે કહ્યું, "આજે, તેઓને આટલો વધુ પગાર મળે છે... છતાં તેમની ભૂખ અતૃપ્ત છે. તેઓ હજી પણ વિરોધ પ્રદર્શન કરે છે. તેઓ મોદી-સાહેબ અને સરકારનો વિરોધ કરે છે. આપણા વડીલોને પૂછો; તેઓ રૂ. 500 કે રૂ. 1,000 માં કામ કરતા હતા. આજે શિક્ષકોને મળતા પગાર જુઓ. તેમ છતાં, તેઓ કામ કરવા તૈયાર નથી."

મંત્રીએ શિક્ષકો પર લગાવ્યા આરોપ

મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે ઘણા શિક્ષકો ભણાવવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ ડૂબેલા રહે છે. તેમણે શિક્ષકોને સલાહ આપી કે જો તેઓ પોતે ખુશ છે, તો તેમણે બીજાઓને પણ ખુશ રાખવા જોઈએ. દરમિયાન, કટારાની ટિપ્પણીની ઓલ ઇન્ડિયા નૅશનલ એજ્યુકેશનલ ફેડરેશનના સહયોગી `પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ` (પ્રાથમિક શિક્ષક મહાસંઘ) દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી હતી.

શિક્ષક સંગઠન મંત્રીના નિવેદનની ટીકા કરી

ફેડરેશનના ગુજરાત પ્રમુખ અનિરુદ્ધસિંહ સોલંકીએ એક નિવેદનમાં ટિપ્પણીઓને ‘અત્યંત વાંધાજનક અને નિંદનીય’ ગણાવી હતી અને મંત્રી પર શિક્ષકોના પગાર પંચ સંબંધિત તથ્યો અંગે ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો હતો. સોલંકીએ કહ્યું, "તેમણે દાવો કર્યો હતો કે શિક્ષકોને પહેલાથી જ 8મા અને 10મા પગાર પંચના લાભ મળી ચૂક્યા છે. આ સંપૂર્ણપણે ખોટું અને અસત્ય છે. અમે મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની સખત નિંદા કરીએ છીએ."

મંત્રીશ્રી પાસે નિવેદન પાછું ખેંચવાની અને માફી માંગવાની માગણી

તેમણે કહ્યું, "અમે માગણી કરીએ છીએ કે મંત્રીશ્રી પોતાનું નિવેદન પાછું ખેંચે અને ગુજરાતના 2.5 લાખથી વધુ શિક્ષકોની માફી માગે."

gujarat news Education gujarat government Gujarat BJP bhupendra patel narendra modi viral videos gujarat