વિજયભાઈ રૂપાણીની ટિકિટ તો ઇકૉનૉમી ક્લાસની હતી, તેમનો સીટ-નંબર હતો 11G

15 June, 2025 06:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તેમના પૉલિટિકલ સ્ટેટસને જોઈને ઍર ઇન્ડિયાએ સામેથી તેમને અપગ્રેડ કરીને બિઝનેસ ક્લાસમાં શિફ્ટ કર્યા હતા

સીટ-નંબર 11G દેખાડતી વિજય રુપાણીની ઓરિજિનલ ટિકિટ

ગુરુવારે અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. કરમની કઠણાઈ જુઓ કે વિજયભાઈએ પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની કરાવી જ નહોતી, તેમની ટિકિટ બિઝનેસ ક્લાસની હતી. વિજયભાઈની ઓરિજિનલ ટિકિટ ઇકૉનૉમી ક્લાસની હતી અને એનો નંબર હતો 11G. આ એ જ લાઇન થઈ જે લાઇનમાં બેઠેલો અને ઍક્સિડન્ટમાં બચેલો એકમાત્ર પૅસેન્જર વિશ્વાસકુમાર રમેશ હતો. વિજયભાઈને પ્રૉપર લેગ-સ્પેસ મળી રહે એ માટે તેમણે ઑપોઝિટ સાઇડ પર જમણી બાજુએ આવેલા ઇમર્જન્સી ડોર પાસેની 11G પસંદ કરી હતી.

વિજયભાઈ અને તેમના મિત્રો વેકેશનમાં ફરવા જતા. વેકેશનની આ આખી ટ્રિપનું પ્લાનિંગ, બુકિંગ અને ટૂર દરમ્યાનની દરેક આઇટનરી રાજકોટની ટ્રાવેલ-કંપની આરવી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવ્યાં હતાં.

ઍર ઇન્ડિયાનું અપગ્રેડેશન

ઍર ઇન્ડિયાને કહેવામાં આવ્યું હતું કે ઇકૉનૉમી ક્લાસમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ટ્રાવેલ કરે છે એટલે ૪૮ કલાક પહેલાં ઍર ઇન્ડિયાએ સામેથી જ વિજયભાઈનો કૉન્ટૅક્ટ કરીને તેમને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર આપવાનું કહ્યું એટલે વિજયભાઈએ તેમના બુકિંગ-એજન્ટ આરવી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો કૉન્ટૅક્ટ કરવા કહ્યું અને આરવી ટૂર્સે ઘટતી વિગતો આપી એટલે વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર થયા હતા.

વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં જ ટ્રાવેલ કરતા હોય છે, પણ આ વખતે તેમની સાથે અન્ય બે કપલ હોવાથી તેમણે ઇકૉનૉમી ક્લાસ પસંદ કર્યો હતો, જેથી વેકેશનમાં સાથે આવતા મિત્રોએ ખોટો બિઝનેસ ક્લાસનો ખર્ચ ન કરવો પડે. વિજયભાઈ જ્યારે ઇકૉનૉમી ક્લાસમાં ટ્રાવેલ કરે ત્યારે તેઓ ઇમર્જન્સી એક્ઝિટવાળી જગ્યા જ પસંદ કરે છે, જેથી તેમને લેગ-સ્પેસ પ્રૉપર મળી રહે. આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું.

એક્સ્ટ્રા ૨૩ કિલો પ૦૦ ગ્રામ સામાન

વિજયભાઈ સાથે પરમિશન ઉપરાંત સાડાત્રેવીસ કિલોનો એક્સ્ટ્રા સામાન હતો, જેને માટે તેમણે પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ જે વધારાનો સામાન હતો એમાં અથાણાં, પાપડથી માંડીને ખાખરા અને બીજો સામાન હતો, જે બધો લંડન રહેતી દીકરી રાધિકાના ઘર માટે લેવામાં આવ્યો હતો. 

Vijay Rupani london air india plane crash gujarat gujarat news ahmedabad