KBC 13 : હૉટસીટ પર બિરાજમાન થશે ઑલિમ્પિક્સ સ્ટાર નીરજ ચોપડા અને પીઆર શ્રીજેશ

13 September, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચને કહ્યું ‘હિંદુસ્તાન ઝિંદાબાદ’

પીઆર શ્રીજેશ અને નીરજ ચોપડાની ફાઈલ તસવીર

ટેલીવિઝનનો નંબર વન ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)ની સિઝન ૧૩ સતત દર્શકોનું મનોરંજન કરી છે. આ સિઝનમાં દર વર્ષે શુક્રવારે વિશેષ એપિસોડ પ્રસારિત કરવામાં આવે છે. જેમાં સેલેબ્રિટિ કે કોઈ વિશેષ વ્યક્તિ હાજરી આપે છે. આ અઠવાડિયે શુક્રવારના એપિસોડમાં ટૉક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૧ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા (Neeraj Chopra) અને હૉકી ખેલાડી પીઆર શ્રીજેશ (PR Sreejesh) જોવા મળવાના છે.

‘કૌન બનેગા કરોડપતિ’ની સિઝન ૧૩ના મેકર્સે તાજેતરમાં એક પ્રોમો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, નીરજ ચોપડાના આગમનથી હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બહુ ખુશ છે અને ‘હિંદુસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. પ્રોમોની સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘આપણા દેશનું નામ રોશન કરીને કૌન બનેગા કરોડપતિની સિઝન ૧૩ના મંચ પર આવી રહ્યાં છે ટૉક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૧ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા અને હૉકી ખેલાડી પીઆર શ્રીજેશ. સાંભળીયે તેમના સંઘર્ષ અને ઑલિમ્પિક્સના અનુભવને’.

અમિતાભ બચ્ચને બન્ને ખેલાડીઓને પુછ્યું હતું કે, ‘શું હું આ મેડલને અડી શકું છું?’ પછી તેઓ બીગ બીને મેડલ બતાવે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન ઈમોશનલ થઈ જાય છે અને સેટ પર શાંતિ છવાઈ જાય છે.તે સિવાય નીરજ અમિતાભ બચ્ચનને હરિયાણવી બોલતા પણ શીખવાડે છે.

શ્રીજેશે જણાવ્યું હતું કે, ‘આ ઑલિમ્પિક્સે તેની જિંદગી બદલી દીધી છે. કારણકે પહેલા લોકો એનો મજાક ઉડાવતા હતા. અમે વર્ષ ૨૦૧૨માં ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયા હતા પણ એકેય મેચ જીત્યા નહોતા. ભારત પાછા ફર્યા ત્યારે લોકો અમારા પર હસવા લાગ્યા હતા. કોઈ ફંક્શનમાં જઈએ તો અમને સૌથી પાછળ બેસાડવામાં આવતા. બહુ વધારે અપમાન કરવામાં આવતું. ઑલિમ્પિક્સ ૨૦૨૦માં દરેક મેચમાં અમે ખેલાડીઓને કહ્યું કે, દરેક મેચમાં વિચારજો કે હવે કોઈ મેચ જ નથી જેમ જેમ મેચ જીતતા ગયા તેમ અમારો આત્મવિશ્વાસ વધ્યો. જેટલું લોકોનું સાંભળ્યું, સંઘર્ષ કર્યો, રડ્યો બધું હવે જતું રહ્યું.’

શુક્રવારે આવનાર આ એપિસોડની સહુ રાહ જોઈ રહ્યાં છે.

entertainment news television news indian television tv show kaun banega crorepati amitabh bachchan tokyo olympics 2020 neeraj chopra hockey