યશની ટૉક્સિક શુક્રવારને બદલે આજે કેમ રિલીઝ થઈ રહી છે?

26 August, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશની ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ શુક્રવારને બદલે બુધવારે રિલીઝ થઈ છે. બે વધારાના દિવસ, સારા રિવ્યુ અને ઓણમ-રક્ષાબંધનના તહેવારોનો લાભ લેવા માટે આ વ્યૂહાત્મક નિર્ણય લેવાયો છે.

ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ

સાઉથના સુપરસ્ટાર યશની ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ આજે રિલીઝ કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતમાં ફિલ્મો શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે, જેથી વીક-એન્ડનો મહત્તમ ફાયદો મળી શકે. જોકે ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને શુક્રવારને બદલે બુધવારે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
‘ટૉક્સિક’ને બુધવારે રિલીઝ કરવાનો નિર્ણય વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. બુધવારે ફિલ્મ રિલીઝ થવાથી એને શુક્રવારના વીક-એન્ડ પહેલાં જ બે વધારાના દિવસ મળી જશે એટલે કે બુધવાર અને ગુરુવારે ફિલ્મ દર્શકોમાં પોતાની પકડ બનાવી શકે છે અને ત્યાર બાદ શુક્રવાર, શનિવાર અને રવિવારે બૉક્સ-ઑફિસ કલેક્શનને મોટો વેગ મળી શકે છે. ફિલ્મને બુધવાર અને ગુરુવારે સારા ફીડબૅક મળે તો વીક-એન્ડની કમાણીમાં મોટો વધારો થઈ શકે છે. આ ઉપરાંત બે દિવસમાં સારા રિવ્યુ મળે તો ઓણમ અને રક્ષાબંધનના તહેવારનો લાભ પણ મળી શકે છે. આમ, કમાણીના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ શુક્રવારના બદલે બુધવારે રિલીઝ કરવામાં આવી છે.

yash naveen kumar gowda kiara advani Tara Sutaria huma qureshi nayanthara toxic entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood upcoming movie latest films south indian film