ટોટલ ટાઇમપાસ : નોરા બાદ હવે પાકિસ્તાની ઍક્ટ્રેસ સાથે દેખાયો આર્યન

09 January, 2023 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ન્યુ યર સેલિબ્રેશન સાથે કર્યું હતું. આ ફોટો સાદિયાએ શૅર કર્યો છે

સાદિયા ખાન અને આર્યન ખાન

નોરા બાદ હવે પાકિસ્તાની ઍક્ટ્રેસ સાથે દેખાયો આર્યન

થોડા સમય પહેલાં નોરા ફતેહી સાથે લિન્ક-અપની અફવા ફેલાયા બાદ આર્યન ખાન હવે પાકિસ્તાનની ઍક્ટ્રેસ સાદિયા ખાન સાથે દેખાયો હતો. તેમણે ન્યુ યર સેલિબ્રેશન સાથે કર્યું હતું. આ ફોટો સાદિયાએ શૅર કર્યો છે. એથી સૌ એવી અટકળો લગાવી રહ્યા છે કે શાહરુખ ખાનનો દીકરો આર્યન સાદિયા સાથે રિલેશનમાં છે. જે ફોટો સામે આવ્યો છે એમાં આર્યને રેડ ટી-શર્ટ અને વાઇટ કોટ પહેર્યાં છે તો સાદિયા બ્લૅક આઉટફિટમાં દેખાઈ રહી છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સાદિયાએ કૅપ્શન આપી હતી, થ્રોબૅક ટુ ન્યુ યર્સ ઈવ.

ગૌમાતા પ્રત્યે લાગણી વ્યક્ત કરી અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચને ગૌમાતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે. એનું નામ રાની છે. આ ગાય તેમના ફ્રેન્ડના ફાર્મમાં છે. અમિતાભ બચ્ચનને પશુઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. ગાય સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘ગૌમાતાનો પ્રેમ અપાર છે. તેમનો સ્નેહ મેળવીને આપણે ધન્ય થયા છીએ. એક અદ્ભુત પરિચય. આ રાની છે. મારા ફ્રેન્ડ અવિનાશના ફાર્મમાં. એને મળવા આવનારા લોકો પ્રત્યે એ ખૂબ પ્રેમ દર્શાવે છે. હું જ્યારે તેની સાથે વાત કરું છું તો તે ધ્યાનથી સાંભળે છે.’

અનુષ્કા રંજન અને આદિત્ય સીલ બનશે પેરન્ટ્સ

અનુષ્કા રંજન અને આદિત્ય સીલ પહેલા બાળકના પેરન્ટ્સ બનવાનાં છે. બન્નેનાં લગ્ન ૨૦૨૧ના નવેમ્બરમાં થયાં હતાં. આદિત્ય સીલે  ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં અને અનુષ્કાએ ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં કામ કર્યું હતું. આ બન્નેએ દુબઈમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. આ બન્નેની મુલાકાત એક ફૅશન શોમાં થઈ હતી. અનુષ્કાએ તેની પ્રેગ્નન્સીની જાહેરાત હજી સુધી નથી કરી. તેઓ હવે લાઇફના નવા તબક્કામાં પ્રવેશ કરવા માટે એક્સાઇટેડ છે.

ઇટ‍્સ ફૅમિલી ટાઇમ

અનન્યા પાન્ડેએ તેની ફૅમિલી સાથેનો ફોટો શૅર કરીને એને ક્લાસ રીયુનિયન જણાવ્યું છે. તે ફૅમિલી સાથે રેસ્ટોરાં પહોંચી હતી. એ ફોટોમાં તેના ડૅડી ચંકી પાન્ડે, તેની મમ્મી ભાવના પાન્ડે અને બહેન પણ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યા પાન્ડેએ કૅપ્શન આપી હતી, ‘U સિવાય રીયુનિયન શક્ય નથી (મારા ફ્રેન્ડે આવું અમારા ક્લાસના રીયુનિયન વખતે લખ્યું હતું અને મને એ ખૂબ મજેદાર લાગ્યું હતું. ખરાબ જોક્સ માટે મારી પાસે નહીં આવતા).’

મા-દીકરી બાપ્પાનાં દર્શને

કાજોલ અને તેની દીકરી નિસા દેવગને ગઈ કાલે સિદ્ધિવિનાયક મંદિરે જઈને ગણપતિબાપ્પાનાં દર્શનનો લાભ લીધો હતો. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં કાજોલે વાઇટ ફ્લોરલ કુરતી અને પાયજામો પહેર્યાં છે. તો નિસા પણ સિમ્પલ વાઇટ કુરતી અને પાયજામામાં દેખાઈ હતી. તેમનાં કપાળે તિલક છે અને નિસાના હાથમાં પ્રસાદ છે.

entertainment news bollywood news bollywood gossips bollywood aryan khan nora fatehi kajol amitabh bachchan siddhivinayak temple Ananya Panday