ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો એન્ટરટેઇનમેન્ટના સમાચાર

15 October, 2021 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લવ ફ્રૉમ સ્પેન; એક અધૂરી પ્રેમકહાની અને વધુ સમાચાર

પ્રિયંકા ચોપડા જોનસ

લવ ફ્રૉમ સ્પેન

પ્રિયંકા ચોપડા જોનસે તેના ફૅન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. તે હાલમાં સ્પેનમાં વેબ-સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ કરી રહી છે. ફોટો શૅર કરીને તેણે લોકોને સતત આગળ વધવાની સલાહ આપી છે. તે તેના હસબન્ડ નિક જોનસ સાથે અમેરિકામાં સેટલ થઈ ગઈ છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સોશ્યલ મીડિયામાં શૅર કરતી રહે છે. આ ફોટોમાં તેણે બ્લુ આઉટફિટ પહેર્યા છે અને હાથમાં બૉટલ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘જો તમે આગળ નહીં વધો તો તમે પાછળ રહી જશો.’

 

પેટ છે કે પટારો?

કાર્તિક આર્યને વિવિધ ખોરાક ખાતી એક નાનકડી ક્લ‌િપ શૅર કરી છે. એને જોઈને લાગે છે કે તે ફૂડી છે. તે અલગ-અલગ ફૂડ ખાઈ રહ્યો છે. એને જોઈને તો તેના ફૅન્સનું પણ દિલ લલચાઈ ગયું છે. તેઓ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. આ ક્લ‌િપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ઇતના ખાતા હૂં ક્યા?

 

એક અધૂરી પ્રેમકહાની

સિદ્ધાર્થ શુકલા અને શહનાઝ ગ‌િલની પ્રેમકહાની પર હંમેશાં માટે પૂર્ણવિરામ લાગી ગયું છે એ આપણે સૌ જાણીએ છીએ. સાથે જ તેમનો એક મ્યુઝ‌િક વિડિયો પણ હતો જે રિલીઝ થઈ શક્યો નહોતો. એનું નામ ‘અધૂરા’ આપવામાં આવ્યું છે. આ ગીતમાં અવાજ શ્રેયા ઘોષાલ અને અર્કો પ્રાવો મુખરજીએ આપ્યો છે. એનું પોસ્ટર સારેગામાએ શૅર કર્યું છે. એ પોસ્ટર પર કૅન્ડલ સળગી રહી છે. એના દ્વારા સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એ પોસ્ટરને ટ્વિટર પર શૅર કરીને સારેગામાએ ટ્વીટ કર્યું હતું કે ‘એક અધૂરા ગાના, એક અધૂરી કહાની, ‘અધૂરા’ ટૂંક સમયમાં રિલીઝ થશે.’

 

ગ્લૅમર કા તડકા

શ્વેતા તિવારીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે ગ્લૅમરસ દેખાઈ રહી છે. તેણે એકસાથે ઘણા ફોટો શૅર કર્યા છે જે એક ફોટો-શૂટના દેખાઈ રહ્યા છે. ફોટો શૅર કરવાની સાથે શ્વેતાએ કૅપ્શન આપી હતી, ‘શરમાળ છું? ચૂપ છું? હા... કદાચ... પરંતુ હું કમજોર નથી.’

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra kartik aaryan indian television television news siddharth shukla shweta tiwari