26 March, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ભૂત બંગલા`નું પોસ્ટર
અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ ‘ભૂત બંગલા’ સાથે ફરી એક વાર કૉમેડી કરવા તૈયાર છે. આ ફિલ્મ દ્વારા અક્ષય અને ડિરેક્ટર પ્રિયદર્શનની હિટ ઍક્ટર-ડિરેક્ટર જોડીએ લગભગ ૧૬ વર્ષ બાદ મોટા પડદા પર કમબૅક કર્યું છે. હવે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે અને એને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ ‘ભૂત બંગલા’ને U/A 16 રેટિંગ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં ડરામણાં દૃશ્યો કરતાં સિચુએશનલ કૉમેડી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે એટલે એને પરિવાર સાથે જોઈ શકાય એવું સેન્સર-સર્ટિફિકેટ મળ્યું છે. હાલના તબક્કે તો આ ફિલ્મ ૧૦ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે, પણ એક ચર્ચા પ્રમાણે એને પોસ્ટપોન કરવાની વિચારણા પણ ચાલી રહી છે. આ મામલે ટૂંક સમયમાં કન્ફર્મ જાહેરાત કરવામાં આવશે.