WTC 2025-27 દરમ્યાન ૨૭ ટેસ્ટ-સિરીઝમાં ૭૧ મૅચ રમાશે

17 June, 2025 06:50 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ‍ૅસ્ટ્રેલિયા સૌથી વધુ બાવીસ અને બંગલાદેશ-શ્રીલંકા સૌથી ઓછી ૧૨-૧૨ ટેસ્ટ-મૅચ રમશે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ચોથી સીઝનનો લીગ-તબક્કો ૧૭ જૂને બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચેની સિરીઝથી શરૂ થશે અને માર્ચ ૨૦૨૭માં પાકિસ્તાન-ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન પૂર્ણ થશે. ૨૦૨૫-૨૦૨૭ની આ સીઝનમાં નવ ટીમો વચ્ચે ૨૭ સિરીઝમાં ૭૧ મૅચ રમાશે જેમાં પૉઇન્ટ્સ ટેબલ પર ટોચની બે ટીમ ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. દરેક ટીમ ત્રણ ઘરઆંગણે અને ત્રણ વિદેશમાં એમ છ ટેસ્ટ-સિરીઝ રમશે જેમાં દરેક સિરીઝમાં બેથી પાંચ ટેસ્ટ-મૅચનો સમાવેશ થશે.

આ સીઝનમાં સૌથી વધુ બાવીસ મૅચ ઑસ્ટ્રેલિયન ટીમ રમશે જે પચીસ જૂનથી વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડ (૨૧ મૅચ) અને ભારત (૧૮ મૅચ) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ભારત આગામી ૨૦ જૂનથી પાંચ મૅચની સિરીઝથી પોતાની આ સીઝન શરૂ કરશે.

દરેક ટીમની ટેસ્ટ-મૅચની સંખ્યા

આ‍ૅસ્ટ્રેલિયા : ૨૨

ઇંગ્લૅન્ડ : ૨૧

ભારત : ૧૮

ન્યુ ઝીલૅન્ડ : ૧૬

સાઉથ આફ્રિકા : ૧૪

વેસ્ટ ઇન્ડીઝ : ૧૪

પાકિસ્તાન : ૧૩

બંગલાદેશ : ૧૨

શ્રીલંકા : ૧૨

world test championship bangladesh sri lanka india australia england new zealand international cricket council cricket news sports news sports