26 May, 2025 10:23 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
હનુમાનગઢી મંદિરમાં વિરાટ અને અનુષ્કા.
વિરાટ કોહલી હાલમાં IPL મૅચ રમવા માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે ઉત્તર પ્રદેશના લખનઉમાં છે. કોહલીએ બે મૅચ વચ્ચે મળેલા બ્રેકનો લાભ ઉઠાવીને વધુ એક આધ્યાત્મિક મુલાકાત લીધી હતી. થોડા સમય પહેલાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના આશ્રમમાં પહોંચેલાં વિરાટ અને તેની પત્ની અનુષ્કાએ ગઈ કાલે અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું અને રામલલાનાં દર્શન કર્યાં હતાં.
હનુમાનગઢી મંદિરના પૂજારીઓ તરફથી આ સ્ટાર કપલને હાર-માળા, શાલ અને હનુમાનજીની મૂર્તિ તથા હનુમાનગઢી મંદિરની ફોટો-ફ્રેમ ભેટમાં આપવામાં આવી હતી.