ટીમ ઈન્ડિયાની ઇંગ્લૅન્ડમાં પહેલી વાર સાથે પ્રૅક્ટિસ

11 June, 2021 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ગઈ કાલે ભારતીય ટીમે એજીસ બાઉલના સ્ટેડિયમ નજીક આવેલા ગ્રાઉન્ડમાં પહેલી વખત ગ્રુપ-પ્રૅક્ટિસ કરી હતી.

વિરાટ કોહલી

ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ગઈ કાલે ભારતીય ટીમે એજીસ બાઉલના સ્ટેડિયમ નજીક આવેલા ગ્રાઉન્ડમાં પહેલી વખત ગ્રુપ-પ્રૅક્ટિસ કરી હતી. આ પહેલાં છેલ્લા પાંચ દિવસથી તેઓ નાના-નાના ગ્રુપમાં પ્રૅક્ટિસ કરતા હતા.

બન્ને ટીમ વચ્ચે ફાઇનલ ૧૮થી ૨૨ જૂન દરમ્યાન રમાશે. પહેલી વખત તમામ ખેલાડીઓ પોતાના સાથીખેલાડીઓ સાથે મેદાનમાં ભેગા થયા હતા. યુકેમાં હાર્ડ ક્વૉરન્ટીન પૂરા થયાના ત્રણ ​દિવસ બાદ તેઓને જિમ્નેશ્યમ અને મેદાનમાં માત્ર નાનાનાના ગ્રુપમાં જ અલગ-અલગ સમયે જવા દેવાતા હતા. 

ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્રેઇનિંગ સેશનનો એક નાનો વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે ‘અમે પહેલી વખત એકસાથે પ્રૅક્ટિસ કરી રહ્યા છીએ. વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રિષભ પંત જેવા ખેલાડીઓએ સારો એવો સમય બૅટિંગ કરી હતી તેમ જ થ્રો-ડાઉનનો પણ સામનો કર્યો હતો. મુખ્ય બૅટ્સમેનો સાથે બોલરોએ પણ પ્રૅક્ટિસ કરી હતી; જેમાં ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિચન્દ્રન અશ્વિને પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. 

નેટ-સેશન બાદ ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરના માર્ગદર્શન હેઠળ ફીલ્ડિંગ-સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સ્લીપના કૅચ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. એ પહેલાં ખેલાડીઓને તેમની હિલ્ટન હોટેલની રૂમમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં આવી હતી.

cricket news sports news sports new zealand england team india india