23 June, 2025 11:04 AM IST | Rishikesh | Gujarati Mid-day Correspondent
RCBના હેડ કોચ ઍન્ડી ફ્લાવરે
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ જેના કોચિંગ હેઠળ પહેલું IPL ટાઇટલ જીત્યું એ હેડ કોચ ઍન્ડી ફ્લાવર ઉત્તરાખંડના હૃષીકેશમાં આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબેલા છે. અહેવાલ અનુસાર છેલ્લાં બે અઠવાડિયાંથી તેણે અહીંની એક સંસ્થામાં યોગનો અભ્યાસ કર્યો હતો. ૨૧ જૂને ઇન્ટરનૅશનલ યોગ દિવસે તેણે પરમાર્થ નિકેતન આશ્રમના આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે મુલાકાત પણ કરી હતી.
ઍન્ડી ફ્લાવરે સ્વીકાર્યું કે તે પહેલાં યોગ વિશે અજાણ હતો અને હવે એને જીવનનો એક માર્ગ અને આત્મા માટે સારું માને છે. ફ્લાવર કહે છે, ‘ક્યારેક જીતવું થોડું ખોખલું હોય છે અને સાચો સંતોષ વ્યક્તિગત વિકાસ અને અન્ય લોકોને સકારાત્મક રીતે પ્રભાવિત કરવાથી મળે છે.’
ચોથી જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી નાસભાગ બાદ તેની ટીમના જશન પર બ્રેક લાગી હતી.