26 July, 2025 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિ શાસ્ત્રી, એમએસ ધોની, વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ક્રિકેટ ભલે વૈશ્વિક રમત ન હોય, પરંતુ તેણે ચોક્કસ કેટલાક ખેલાડીઓને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બનાવ્યા છે. સચિન તેન્ડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા લોકપ્રિય ખેલાડીઓ ભારતની ભેટ છે.
આ ત્રણેય ખેલાડીઓએ ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ જ કારણ છે કે તેમની કમાણી ફક્ત ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ ઘણી કમાણી કરે છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભૂતપૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સ સાથેની વાતચીતમાં કેટલાક ખેલાડીઓની કમાણીનો ખુલાસો કર્યો.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને શાસ્ત્રીને સીધો પ્રશ્ન પૂછ્યો - ભારતીય ખેલાડીઓ કેટલી કમાણી કરે છે? શાસ્ત્રીના જવાબે બધાને ચોંકાવી દીધા. ભૂતપૂર્વ ભારતીય મુખ્ય કોચે કહ્યું, `તેઓ ઘણું કમાય છે. તેઓ ચોક્કસપણે એન્ડોર્સમેન્ટ દ્વારા ઘણું કમાય છે અને આ આંકડો 100 કરોડ રૂપિયાથી વધુ છે.`
ઇંગ્લિશ ક્રિકેટર્સ આશ્ચર્યચકિત થઈ ગયા
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ૧૦૦ કરોડનો અર્થ કેટલો થાય છે? ત્યારે શાસ્ત્રીએ જવાબ આપ્યો, `તમે ૧૦ મિલિયન પાઉન્ડ કહી શકો છો.` એક ખેલાડીએ જવાબ આપ્યો - `વાહ!` શાસ્ત્રીએ આગળ કહ્યું, `હા, ૧૦ મિલિયન પાઉન્ડ. હું સો રૂપિયા એક પાઉન્ડ ગણી રહ્યો છું.`
બીઝી શેડ્યૂલ
શાસ્ત્રીએ એ પણ ખુલાસો કર્યો કે એમએસ ધોની, વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકર તેમના જીવનકાળ દરમિયાન વધુ જાહેરાતો કરી શક્યા હોત, પરંતુ તેમના બીઝી શેડ્યૂલના કારણે તારીખો શોધવામાં મુશ્કેલી પડી રહી હતી.
રવિ શાસ્ત્રીએ કહ્યું, `જ્યારે એમએસ ધોની, વિરાટ કે સચિન પોતાના શ્રેષ્ઠ સમયમાં હતા, ત્યારે તેઓ 15-20 જાહેરાતો કરતા હતા. તેમને દરરોજ પૈસા મળતા હતા. ત્યારે તેમની પાસે સમયની અછત હતી. તેઓ જેટલું ક્રિકેટ રમતા હતા તે શેડ્યૂલમાં જાહેરાતો શૂટ કરવી મુશ્કેલ હતી. તેથી તેમને જે પણ સમય મળતો હતો, તેઓ શૂટિંગનો આનંદ માણતા હતા.`
ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન સ્કાય સ્પોર્ટ્સની બ્રૉડકાસ્ટિંગ ટીમે કૉમેન્ટેટર્સ માટે એક અનોખી સ્પર્ધા યોજી હતી જેમાં ક્રિકેટ-ફૅન્સે કૉમેન્ટેટરના ડ્રેસના આધારે તેમને વોટ આપ્યા હતા. આ સ્પર્ધામાં ભારતના કૉમેન્ટેટર્સ રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિક ટૉપ-ટૂમાં રહ્યા હતા. શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાને આ લિસ્ટમાં ત્રીજા ક્રમે સ્થાન મળ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના બે મહાન બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી૨૦ ઇન્ટરનેશનલ ફોર્મેટ પછી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જે પછી ફેન્સ હંમેશા રોહિત અને વિરાટની વન-ડે ઇન્ટરનેશનલ કારકિર્દીને લઈને ટેન્શનમાં રહે છે. ફેન્સ હંમેશા જાણવા માગે છે કે, રો-કો વનડેમાં રમશે કે પછી ટૂંક સમયમાં આ ફોર્મેટને પણ અલવિદા કહેશે! કારણ કે દરરોજ સોશ્યલ મીડિયા પર આ બે ખેલાડીઓ વિશે કોઈને કોઈ અફવાઓ બહાર આવતી રહે છે.