IPLની અમદાવાદ ફ્રેન્ચાઈઝી મેળવનાર CVC શંકાના દાયરામાં, અદાણીને ફ્રેન્ચાઈઝી મળવાની શક્યતા

27 October, 2021 05:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં સટ્ટા પર પ્રતિબંધ છે અને CVC એ સટ્ટા સાથે સંબંધિત કંપનીમાં રોકાણ કર્યુ હોવાથી તેને અયોગ્ય ઠેરવી શકે છે.

ગૌતમ અદાણી (ફાઈલ ફોટો)

BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં હવે અમદાવાદ અને લખનઉની ટીમ ઉમેરી છે. આવી સ્થિતમાં અમદાવાદની ટીમની ફ્રેન્ચાઇઝી મેળવનાર CVC કેપિટલ પાર્ટનર્સને વિદેશમાં સટ્ટાબાજી સાથે સંકળાયેલી કંપનીમાં કરેલું રોકાણ અવરોધ બની શકે છે.  ભારતમાં સટ્ટા પર પ્રતિબંધ છે અને CVC એ સટ્ટા સાથે સંબંધિત કંપનીમાં રોકાણ કર્યુ છે, તેથી BCCI તેને અયોગ્ય ઠેરવી શકે છે. 

જો બીસીસીઆઈ CVC કેપિટલ પાર્ટનર્સને અયોગ્ય ઠેરવો તો તેનો ફાયદો બીજા નંબરના બીડર અદાણી જુથને IPLમાં અમદાવાદની ટીમ મળી શકે છે.  આઉટલુકના અહેવાલમાં જણાવાયું છે કે આઇપીએલમાં સીવીસી સામે સટ્ટા કંપનીઓમાં રોકાણને લઇને સવાલો ઊભા થાય એમ છે. બીસીસીઆઇને આ સટ્ટા સાથે સંકળાયેલી કંપનીની આઇપીએલમાં અસર અંગે નિર્દેશ કરાઇ રહ્યો છે અને બીસીસીઆઇ આ બાબતને ધ્યાને લઇ શકે છે. 

 દુબઈમાં BCCI દ્વારા બીડિંગ થકી  CVC કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ફ્રેન્ચાઈઝી આપવામાં આવી હતી. આ કંપની સટ્ટાબાજીની સાથે સંકળાયેલી કંપનીઓ સાથેના સંબંધોને કારણે મુશ્કેલીમાં આવી શકે છે. આવા સંજોગોમાં અદાણી જૂથ અમદાવાદની આઇપીએલ ટીમ માટે બીજા બી઼ડર હોઇ હકદાર બની શકે છે. આ અંગે બીસીસીઆઈ પર સવાલ ઉઠાવતાં લલિત મોદીએ ટ્વિટ કર્યુ છે. 

IPLમાં અમદાવાદની ટીમની બીડ કરીને ફ્રેન્ચાઇઝી મેળવનારી પ્રાઇવેટ ઇક્વિટી કંપની સીવીસી પાર્ટનર્સ ફોર્મ્યુલા વન રેસિંગ, ફૂટબોલ અને રગ્બીની લીગમાં હિસ્સો ખરીદી રોકાણ કર્યું હતું, ત્યારે હવે આ કંપનીની સિંગાપોરસ્થિત પેટાકંપની આઇરેલિયા કંપની પીટીઇ લિમિટેડે ભારતમાં આઇપીએલની ટીમ ખરીદી છે.ક્રિકેટના  દેશમાં ક્રેઝ અને આઇપીએલની લોકપ્રિયતાને લઇને હવે વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓને ક્રિકેટ રમતના બિઝનેસમાં રસ પડયો છે. 

 જો કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને સીવીસી ટીમને આવકારી છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશના વાઇસ-પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ ટ્વીટ કર્યુ હતું કે, `આઇરેલિયા કંપની પીટીઇ લિમિટેડ(CVCજૂથ)ને અમદાવાદની આઇપીએલની નવી ટીમ મેળવવા બદલ શુભેચ્છા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સ્વાગત કરું છું તેમજ આરપીએસજીને પણ લખનઉની ટીમ મેળવવા બદલ શુભેચ્છા.`

 

 

gujarat news gujarat ahmedabad indian premier league