27 May, 2025 06:58 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, જૉની બેરસ્ટૉ અને માહેલા જયવર્દને, તિલક વર્મા, સુર્યકુમાર યાદવ
IPL 2025ની ૬૯મી મૅચમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટક્કર થશે. તેમની અંતિમ લીગ સ્ટેજ-મૅચમાં એકબીજા સામે ટકરાશે ત્યારે ટોચનાં બે સ્થાન મેળવવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. છેલ્લી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ સામે હાર્યા બાદ પંજાબ કિંગ્સે હવે ટૉપ ટૂમાં સ્થાન મેળવવા માટે મુંબઈ ઇન્ડિયન્સ સામે કોઈ પણ કિંમતે જીત મેળવવી પડશે. પ્લેઑફ્સ માટે ક્વૉલિફાય થયેલી ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સનો નેટ રન-રેટ (+ ૧.૨૯૨) સૌથી સારો છે. જો ટીમ પંજાબ કિંગ્સને હરાવવામાં સફળ રહે તો એ તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બન્ને ટીમ વચ્ચે વર્તમાન સીઝનમાં પહેલી ટક્કર થશે. છેલ્લી બે મૅચથી મુંબઈની ટીમ પંજાબને માત આપી રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે આ પહેલી ટક્કર હશે. આ સ્ટેડિયમમાં મુંબઈ હોમ ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે નવમાંથી માત્ર ત્રણ મૅચ જીત્યું છે, જ્યારે પંજાબ આ મેદાન પર આઠમાંથી માત્ર બે જ મૅચ જીતી શક્યું છે. ન્યુટ્રલ વેન્યુ પર બન્ને ટીમ એકબીજા સામે ૧૦માંથી પાંચ-પાંચ મૅચ જીતી છે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩ |
|
કુલ મૅચ |
૩૨ |
|
MIની જીત |
૧૭ |
|
PBKSની જીત |
૧૫ |
ટૉપ ટૂ સ્થાનનાં સમીકરણ
છેલ્લી મૅચમાં હારવાને કારણે ગુજરાત ૨૦ પૉઇન્ટ સાથે ટૉપ પર પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યું
અંતિમ મૅચમાં પંજાબ (૧૭ પૉઇન્ટ) અને બૅન્ગલોર (૧૭ પૉઇન્ટ)ની જીતથી ગુજરાત (૧૮ પૉઇન્ટ) ટૉપ ટૂમાંથી પણ સ્થાન ગુમાવશે
આજે મુંબઈ (૧૬ પૉઇન્ટ) અને પંજાબની મૅચની વિજેતા ટીમ ટૉપ ટૂમાં સ્થાન પાકું કરશે
ગ્રુપ-સ્ટેજની છેલ્લી મૅચમાં બૅન્ગલોર લખનઉને હરાવશે તો ટૉપ ટૂમાં પહોંચશે
લખનઉ જો છેલ્લી મૅચમાં બૅન્ગલોરને હરાવશે તો ગુજરાતની ટીમ ટૉપ ટૂમાં સ્થાન જાળવી રાખશે