મારી કરીઅર બનાવવામાં શેન બૉન્ડનો છે અમૂલ્ય ફાળો : જસપ્રીત બુમરાહ

15 May, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના નંબર-વન પેસ બોલર જસપ્રીત બુમરાહે આજની તેની ઝળહળતી કરીઅર માટે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ પેસ બોલર શેન બૉન્ડને શ્રેય આપ્યું છે. બૉન્ડ જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો બોલિંગ-કોચ પણ છે.

જસપ્રીત બુમરાહ

ભારતના નંબર-વન પેસ બોલર જસપ્રીત બુમરાહે આજની તેની ઝળહળતી કરીઅર માટે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ પેસ બોલર શેન બૉન્ડને શ્રેય આપ્યું છે. બૉન્ડ જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો બોલિંગ-કોચ પણ છે. આમ આઇપીએલ દરમ્યાન બૉન્ડના માર્ગદર્શનમાં બુમરાહ વર્લ્ડ બેસ્ટ બન્યો છે. 

મુંબઈ ઇન્ડિયન્સે પોસ્ટ કરેલા એ વિડિયોમાં બુમરાહે કહ્યું કે ‘મારી કરીઅર નિખારવામાં બૉન્ડે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હમણાં સુધી અમારી વચ્ચે ખૂબ સારા સબંધ રહ્યા છે અને ઉમ્મીદ કરું છું કે વર્ષો સુધી એવા જ મજબૂત રહે. હું તેમને ૨૦૧૫માં પહેલી વાર મળ્યો હતો ત્યારે હું નાનો હતો. ત્યારે તેમને બોલિંગ કરતો જોઈને ખૂબ રોમાંચિત થઈ જતો હતો. હું હંમેશાં તેમની સાથે વાત કરતો રહું છું, હું ભારતીય ટીમ સાથે હોઉં ત્યારે પણ. તેમણે મને બધું શીખવાડ્યું છે જેને હું મેદાનમાં અજમાવી શકું છું. મારી અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. આશા રાખું કે દરેક વર્ષે હું નવું-નવું શીખતો રહેવાનું ચાલુ રાખીશ અને મારી બોલિંગમાં વરાઇટી લાવતો રહીશ.’

બુમરાહ હવે તેના ગુરુ બૉન્ડની જ ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમવાનો છે. 

cricket news sports news sports jasprit bumrah india new zealand