ગુજ્જુ બોલર બુમરાહે હેટ્રિક ઝડપી રહ્યો ઈતિહાસ, બન્યો ત્રીજો ભારતીય બોલર

01 September, 2019 05:55 PM IST  |  Mumbai

ગુજ્જુ બોલર બુમરાહે હેટ્રિક ઝડપી રહ્યો ઈતિહાસ, બન્યો ત્રીજો ભારતીય બોલર

જસપ્રીત બુમરાહ

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતી ફાસ્ટ બોલર કે જેની સામે રમવા માટે તમામ દિગ્ગજ બેટ્સમેનને પોતાની રણનીતિમાં બદલાવ કરવો પડે તે જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં હેટ્રિક ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. બુમરાહ ભારત તરફથી હેટ્રીક ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા હરભજન સિંહ અને ઇરફાન પઠાણે ભારત તરફથી ટેસ્ટમાં હેટ્રીક ઝડપી છે.

બુમરાહ ભારત તરફથી ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર બન્યો
ગુજરાતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારત માટે ટેસ્ટ હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે ઈનિંગની 9મી ઓવરમાં ત્રણ બોલ પર ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. બુમરાહે નવમી ઓવરના બીજા બોલ પર ડેરેન બ્રાવો (4), ત્રીજા બોલ પર શાહમાર બ્રૂક્સ (0) અને ચોથા બોલ ર રોસ્ટર ચેજ (0)ને આઉટ કરી હેટ્રિક પૂરી કરી પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી લીધું હતું. આ રીતે જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો, જ્યારે વિન્ડીઝમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય બન્યો છે.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

હરભજને 2001માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ભારત તરફથી પહેલી હેટ્રિક ઝડપી હતી
હેટ્રિકની વાત કરીએ તો બુમરાહ પહેલા ભારત માટે હરભજન સિંહ (રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્ન)એ 2001મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકત્તામાં હેટ્રિક ઝડપી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બન્યો હતો. ત્યારબાદ આ સિદ્ધિ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ (સલમાન બટ્ટ, યૂનિસ ખાન અને મોહમ્મદ યૂસુફ)એ 2006મા પાકિસ્તાન વિરુદ્ધ મેળવી હતી. આ મેચ કરાચીમાં રમાઇ હતી.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

આ રેકોર્ડ્સ વિશે પણ જાણો
આગામી હેટ્રિક માટે ભારતે 13 વર્ષ સુધી રાહ જોવી પડી.
ઇરફાને ભારત માટે છેલ્લી હેટ્રિક 2006મા લીધી હતી.
રેકોર્ડ લિસ્ટમાં નજર કરીએ તો આ ઓવરઓલ ટેસ્ટ ઈતિહાસની 44મી હેટ્રિક છે.

ભારત માટે ટેસ્ટમાં હેટ્રિક:
ખેલાડી                હરીફ ટીમ     શહેર         
વર્ષ
હરભજન સિંહ        ઓસ્ટ્રેલિયા    કોલકત્તા        2001
ઈરફાન પઠાણ         પાકિસ્તાન     કરાચી 
       2006
જસપ્રીત બુમરાહ     વેસ્ટ ઈન્ડિઝ  કિંગ્સ્ટન        2019
*

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ક્રિકેટ ચાહકોએ હેટ્રિક માટે 2 વર્ષની રાહ જોવી પડી
વિશ્વએ હેટ્રિક માટે બે વર્ષ રાહ જોવી પડી. 2017મા ઈંગ્લેન્ડના મોઇન અલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હેટ્રિક પૂરી કરી હતી. તેના બે વર્ષ બાદ ત્યારપછીની હેટ્રિક બુમરાહે પૂરી કરી છે. આ વેસ્ટ ઈન્ડિઝમાં ત્રીજી હેટ્રિક છે, જ્યારે કેરેબિયન ધરતી પર હેટ્રિક ઝડપનાર બુમરાહ પ્રથમ ભારતીય છે. આ ત્રીજી ઘટના છે, જ્યારે હેટ્રિકની ત્રીજી વિકેટ DRSથી મળી. આ પહેલા રંગના હેરાથ (શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા, ગાલે 2016), મોઇન અલી (ઈંગ્લેન્ડ vs આફ્રિકા, ધ ઓવલ, 2017)ની સાથે આમ થયું હતું.

jasprit bumrah cricket news team india west indies