પંડ્યાને સાઈડ લાઈન કરી હિટમેનની સલાહ માની આકાશ મધવાલે? વીડિયો વાયરલ

19 April, 2024 08:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર આકાશ મધવાલ મેચની છેલ્લી ઓવર ફેંકતા પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાની અવગણના કરી રહ્યો છે. આકાશ મધવાલ બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને અવગણીને રોહિત શર્માને સાંભળી રહ્યો છે.

હાર્દિક પંડ્યા (ફાઈલ તસવીર)

IPL 2024 Match 33 MI vs PBKS: મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ગુરુવારે રમાયેલ રોમાંચક IPL મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 9 રનથી હરાવી દીધા. પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની આ જીત સરળ નહોતી. આશુતોષ શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમમાં હોબાળો પેદા કરી દીધો હતો. આશુતોષ શર્માએ લગભગ આ મેચ છીનવી લીધી હતી, પણ મુંબઈ ઈન્ડિયન્સના બૉલર્સે હાર ન માની. આશુતોષ શર્માના આઉટ થઈ ગયા પછી પંજાબ કિંગ્સની ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી નહીં. મુંબઈ ઈન્ડિયન્સે 1192 રન્સ ફટકાર્યા બાદ પંજાબને 19.1 ઓવરમાં 183 રન્સ પર આઉટ કરી દીધા. આશુતોષ શર્માએ 28 બૉલમાં 61 રન્સ ફટકાર્યા. આશુતોષ શર્માએ આ દરમિયાન 2 ચોગ્ગા અને 7 છગ્ગા પણ ફટકાર્યા હતા.

મેદાનની વચ્ચે હાર્દિક પંડ્યાનું અપમાન?
પંજાબ કિંગ્સ (PBKS) સામેની આ મેચમાં એક નાજુક ક્ષણે, મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમના ખેલાડીઓ તેમના કેપ્ટન હાર્દિક પંડ્યાને બદલે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને સાંભળતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર આકાશ મધવાલ મેચની છેલ્લી ઓવર ફેંકતા પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાની અવગણના કરી રહ્યો છે. આકાશ મધવાલ બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને અવગણીને રોહિત શર્માને સાંભળી રહ્યો છે. (IPL 2024 Match 33 MI vs PBKS)

આકાશ મધવાલે હાર્દિક પંડ્યાની અવગણના કરી
આ ઘટના મેચની છેલ્લી ઓવર ફેંકાય તે પહેલા બની હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચની છેલ્લી ઓવરમાં પંજાબ કિંગ્સને જીતવા માટે 12 રનની જરૂર હતી. પંજાબ કિંગ્સનો સ્કોર 9 વિકેટે 181 રન હતો. કાગીસો રબાડા અને હર્ષલ પટેલ ક્રિઝ પર હાજર હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ મધવાલ મેચની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેચની છેલ્લી ઓવર બોલિંગ કરતા પહેલા આકાશ મધવાલ રોહિત શર્માને સાંભળી રહ્યો છે, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતી લીધી હતી
IPL 2024 Match 33 MI vs PBKS: મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવની 53 બોલમાં 78 રનની આક્રમક ઈનિંગની મદદથી સાત વિકેટે 192 રન બનાવ્યા બાદ પંજાબને 19.1 ઓવરમાં 183 રનમાં આઉટ કરી દીધું હતું. આ જીત સાથે મુંબઈ સાત મેચમાં ત્રણ જીત સાથે સાતમા સ્થાને પહોંચી ગયું છે જ્યારે પંજાબ સાત મેચમાં પાંચમા પરાજય બાદ નવમા સ્થાને સરકી ગયું છે. પંજાબની ટીમે 14 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આશુતોષ અને શશાંક સિંહ (25 બોલમાં 41 રન)એ પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમને લગભગ જીતની ઉંબરે પહોંચાડી દીધી હતી. આશુતોષે પોતાની ઇનિંગમાં સાત શાનદાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે હરપ્રીત બ્રાર (21) સાથે આઠમી વિકેટ માટે 32 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી.

રોહિત શર્માએ 36 રન બનાવ્યા હતા
શશાંકે પણ ત્રણ મહત્વની ભાગીદારી કરીને પંજાબ માટે તખ્તો ગોઠવ્યો હતો. તેણે પાંચમી વિકેટ માટે હરપ્રીત સિંહ (13) સાથે 28 બોલમાં 35 રન, છઠ્ઠી વિકેટ માટે જીતેશ શર્મા (9) સાથે 15 બોલમાં 28 રન અને આશુતોષ સાથે 17 બોલમાં 34 રન જોડ્યા હતા. મેન ઓફ ધ મેચ બુમરાહ ઉપરાંત ગેરાલ્ડ કોએત્ઝીએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશ મધવાલ, કેપ્ટન હાર્દિક પંડ્યા અને શ્રેયસ ગોપાલને એક-એક સફળતા મળી હતી. મુંબઈ માટે સૂર્યકુમારે પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને પોતાની 250મી આઈપીએલ મેચ રમી રહેલા રોહિત શર્મા સાથે બીજી વિકેટ માટે 57 બોલમાં 81 રન અને તિલક વર્મા સાથે 28 બોલમાં 49 રનની ભાગીદારી કરી હતી. રોહિતે તેની 25 બોલની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને 36 રન બનાવ્યા હતા, જ્યારે તિલક 18 બોલમાં તેની અણનમ 34 રનની ઇનિંગમાં બે ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા હતા.

hardik pandya IPL 2024 rohit sharma indian premier league cricket news sports news sports mumbai indians punjab kings kings xi punjab