IPL 2021: કલકત્તાના બે ખેલાડી કોરોના પૉઝિટિવ થતા આજની RCB સામેની મેચ રદ

03 May, 2021 01:55 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

બાયો બબલમાં હોવા છતા વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

ફાઈલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનને પણ કોરોના વાયરસ (COVID-19)નું ગ્રહણ લાગી ગયું છે. કલકત્તા નાઇડ રાઇડર્સ (Kolkata Knight Riders)ની ટીમના બે પ્લેયર કોરોના સંક્રમિત થાય છે. વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આજની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (Royal Challengers Bangalore) સામેની મેચ રદ કરવામાં આવી છે. ખેલાડીઓને બાયોબલ રહેવા છતાં કોરોના સંક્રમિત થયા છે, જે ચિંતાનો વિષય છે.

બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, KKRના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. IPLના નિયમો અનુસાર આ બન્ને ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. આઈપીએલની ૧૪મી સીઝનની ૩૦મી મેચમાં સોમવારે અમદાવાદમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને કલકત્તા નાઇડ રાઇડર્સ વચ્ચે રમાવવાની હતી. જે રદ કરવામં આવી છે. ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોએ મેચ રદ કર્યાની જાણકારી આપી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, વરૂણ ચક્રવર્તી હાલમાંજ પોતાના ખંભાનું સ્કેનિંગ કરવા માટે બાયો બબલની બહાર ગયો હતો. જ્યાં તે કોઈના સંપર્કમાં આવ્યો હોય શકે છે. ચક્રવર્તી અને વોરિયર્સ સિવાય તમામ ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, IPLની ૧૪મી સીઝન પહેલાં જ ઘણા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. કલકત્તા નાઇડ રાઇડર્સનો નીતિશ રાણા, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો દેવદત્ત પડિક્કલ, દિલ્હી કૅપિટલ્સનો અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જોકે, દેશમાં દિલ્હી સહિત ૬ જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.

sports sports news cricket news indian premier league ipl 2021 kolkata knight riders royal challengers bangalore coronavirus covid19 motera stadium