મુંબઈ ફટકારે હૅટ-ટ્રિક સાથે ચૅમ્પિયનશિપની સિક્સર

09 April, 2021 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલ ઇચ્છે છે કે રોહિતના મહારથીઓ આ વર્ષે સતત ત્રીજી વાર વિજેતા બનીને અત્યાર સુધી કોઈએ નથી કરી એવી અનોખી કમાલ કરે

પાર્થિવ પટેલ

આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટપંડિતો આ સીઝનમાં કોણ કરી શકે છે ધમાલ અને કોનો વાગી શકે છે બૅન્ડ એ વિશે મત પ્રગટ કરી રહ્યા છે. ભૂતપર્વ વિકેટકીપર-બૅટ્સમમૅન પાર્થિવ પટેલ જોકે ઇચ્છે છે કે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ એનો વિજયરથ આગળ ધપાવી શકે અને સતત ત્રીજા વર્ષે ચૅમ્પિયન બનીને છઠ્ઠી વાર આ ટ્રોફી જીતે. મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલો પાર્થિવ મુંબઈની ટૅલન્ટ સ્કાઉટ ટીમનો સભ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સે યુએઈમાં રમાયેલી છેલ્લી સીઝનની ફાઇનલમાં દિલ્હી કૅપિટલ્સને હરાવીને સતત બીજા વર્ષે ચૅમ્પિયનશિપ જાળવી રાખી હતી. આ સાથે એણે સતત બે વર્ષ ચૅમ્પિયન બનવાના ચેન્નઈ સુપર કિંગ્સના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. હવે જો મુંબઈ આ વર્ષે પણ ચૅમ્પિયન બનવામાં સફળ રહે તો ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક કરનાર પ્રથમ ટીમ બનવાનું બહુમાન મેળવી શકે છે. ચેન્નઈ ૨૦૧૦ અને ૨૦૧૧માં સતત બે વર્ષ ચૅમ્પિયન બની હતી, પણ ૨૦૧૨માં ફાઇનલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે હારી જતાં હૅટ-ટ્રિક કરવામાં સફળ નહોતી થઈ શકી.

sports sports news cricket news indian premier league ipl 2021 mumbai indians parthiv patel