પહેલાં બૅટિંગ કરનાર ટીમે ૨૦૦ રન કરવા જરૂરી: ધોની

12 April, 2021 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીએ સારી બોલિંગ કરી ચેન્નઈને ૭ વિકેટે ૧૮૮ રનમાં અટકાવી હતી

ફાઈલ તસવીર

શનિવારે દિલ્હી સામે પહેલી મૅચ હાર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે પહેલાં બૅટિંગ કરનાર ટીમે ઓછામાં ઓછા ૨૦૦ રન બનાવવા જરૂરી છે જેથી વિરોધી ટીમને પ્રેશરમાં લાવી શકાય. દિલ્હીએ સારી બોલિંગ કરી ચેન્નઈને ૭ વિકેટે ૧૮૮ રનમાં અટકાવી હતી.

મૅચ પ્રેઝન્ટેશનમાં ધોનીએ કહ્યું કે ‘મોટા ભાગે મૅચનું પરિણામ ભેજ પર આધાર રાખે છે અને એટલા માટે જ અમે શક્ય એટલા વધારે રન બનાવવા માગતા હતા. ભેજ હોય તો તમારે આગળનું વિચારીને રમવાનું હોય છે અને એક્સ્ટ્રા રન મેળવવાના હોય છે. સાંજે ૭.૩૦ વાગ્યે મૅચ શરૂ થાય એ વખતે વિરોધી ટીમ પાસે અડધો કલાક એવો હોય છે જેમાં પિચ થોડી ચીકણી હોય છે અને બૉલ અટકીને બૅટ પર આવતો હોય છે. જેવો એ અડધો કલાક પૂરો થવા આવે છે એ એ સૂકી થતી જાય છે અને વિરોધી ટીમ માટે ભેજ ઓછી થતી જાય છે. આ કારણસર અમારે ૧૫થી ૨૦ રન વધારે બનાવવા પડે છે અને બોલિંગ વખતે વહેલી વિકેટ લેવી પડે છે. ભેજને ધ્યાનમાં રાખીને કહું તો પહેલાં બૅટિંગ કરતી ટીમે કમસે કમ ૨૦૦ રન બનાવવા જરૂરી છે.’

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings mahendra singh dhoni ms dhoni