KKR vs MI: મુંબઈનો ૧૦ રને વિજય, રાહુલ ચાહર અને ટ્રેન્ટ બોલ્ટે ટીમને અપાવ્યું કમ-બૅક

13 April, 2021 11:24 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

કલકત્તાએ હાથમાંથી મેચ ગુમાવી હતી

રોહિત શર્મા (ફાઈલ તસવીર)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો પાંચમો મુકાબલો કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે આજે સાંજે ચેન્નઈમાં યોજાયો હતો. આ સીઝનની દરેક મેચની જેમ આજની મેચ પણ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી. ટૉસ જીતનાર ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચ જીતી નહોતી શકી. કલકત્તાએ હાથમાંથી મેચ ગુમાવી હતી.

સીઝન ૧૪ની પાંચમી મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન ઓઇન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વધુ મોટો સ્કૉર ઉભી નહોતી કરી શકી અને ૨૦ ઓવરમાં ૧૫૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે ૫૬ રન અને રોહિત શર્માએ ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા ૧૫ રન, કૃણાલ પંડ્યા ૧૫ રન, રાહુલ ચાહર ૮ રન, કાયરન પોલાર્ડ ૫ રન, ક્વિન્ટન ડી કોક ૨ રન, ઇશાન કિશન ૧ રન, માર્કો જેન્સેન ૦ રન, જસપ્રીત બુમરાહ ૦ રન અને ટ્રેન્ટ બોલ્ટ ૦* રન કર્યા હતસ. કલકત્તા નાઇટ રાઇડર્સ માટે આન્દ્રે રસેલે ૫, પેટ કમિન્સે ૨, જ્યારે વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને પ્રસિદ્વ કૃષ્ણએ ૧-૧ વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અનુક્રમે ૧૦, ૮૬, ૮૮, ૧૧૫, ૧૨૩, ૧૨૫, ૧૨૬, ૧૫૦, ૧૫૦ અને ૧૫૨ રને વિકેટ ગુમાવી હતી.

૧૫૩ રનનો પીછો કરતા કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૪૨ રન બનાવ્યા હતા. જેમાં નીતિશ રાણા ૫૭ રન, શુભમન ગિલ ૩૩ રન, શાકિબ અલ હસન ૯ રન, ઓઇન મોર્ગન ૭ રન, રાહુલ ત્રિપાઠી ૫ રન, આન્દ્રે રસેલ ૯ રન, દિનેશ કાર્તિક ૮* રન, પેટ કમિન્સ ૦ રન અને હરભજન સિંહે ૨* રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માટે રાહુલ ચાહરે ૪, ટ્રેન્ટ બોલ્ટ ૨ અને કૃણાલ પંડ્યાએ ૧ વિકેટ લીધી હતી. કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે અનુક્રમે ૭૨, ૮૪, ૧૦૪, ૧૨૨, ૧૨૨ અને ૧૪૦ રને વિકેટ ગુમાવી હતી.

આજની મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સની પ્લેઈંગ 11માં નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કૅપ્ટન), આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્વ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ હતો. કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે

જયારે મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11માં રોહિત શર્મા (કૅપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, માર્કો જેન્સન, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ હતો.

તમને જણાવી દઈએ કે, આજે કલકત્તાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નહોતો. જ્યારે મુંબઈની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો. ક્રિસ લિનની જગ્યાએ કવિન્ટન ડી કોક રમ્યો હતો.

sports sports news cricket news indian premier league ipl 2021 kolkata knight riders mumbai indians