આઇપીએલમાં ચૅમ્પિયન મુંબઈને મહાત આપવી મુશ્કેલ: ગાવસકર

01 April, 2021 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ અત્યાર સુધી સૌથી વધારે કુલ પાંચ વાર આઇપીએલ ચૅમ્પિયન બની ચૂક્યું છે

સુનીલ ગાવસકર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકરને લાગે છે કે આ વખતે ગઈ સીઝનની ચૅમ્પિયન મુંબઈ ​ઇન્ડિયન્સને હરાવવી અન્ય ટીમ માટે મુશ્કેલ રહેશે. મુંબઈ અત્યાર સુધી સૌથી વધારે કુલ પાંચ વાર આઇપીએલ ચૅમ્પિયન બની ચૂક્યું છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં સળંગ બે વખત ટાઇટલ જીત્યા બાદ હવે મુંબઈના મહારથીઓ પાસે ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક કરવાનો ગોલ્ડન ચાન્સ છે.

સુનીલ ગાવસકરે કહ્યું કે ‘પાંચ વાર ચૅમ્પિયનશિ​પ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારા ફૉર્મમાં છે. રોહિત પોતે આ ટી૨૦ લીગમાં પહેલાં પણ ઇતિહાસ સર્જી ચૂક્યો છે અને આ વખતે ​તેની નજર જીતની હૅટ-ટ્રિક પર રહેશે. કોરોનાની મહામારીને લીધે લાંબા બ્રેક બાદ પણ તેઓ ટાઇટલ જીતવામાં સફળ રહ્યા હતા. આ વર્ષની દાવેદાર ટીમમાંની એ એક છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, પંડ્યા બ્રધર્સ, જસપ્રીત બુમરાહ સહિત કિરોન પોલાર્ડ અને ટ્રેન્ટ બોલ્ટનું ફૉર્મ જગજાહેર છે. એને લીધે મને લાગે છે કે મુંબઈને મહાત આપવી અન્ય ફ્રૅન્ચાઇઝી ટીમ માટે મુશ્કેલ રહેશે. મુંબઈની ટીમના ભારતીય ખેલાડીઓ સારા ફૉર્મમાં છે. હાર્દિક ફરીથી બોલિંગ કરી શકતો હોવાથી મુંબઈ ઇન્ડિયન્સ માટે એ એક પ્લસ પૉઇન્ટ બની રહેશે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે પણ તેણે તૈયારી કરવાની રહેશે. જોકે એમાં હજી ઘણી વાર છે.’

sports sports news cricket news indian premier league ipl 2021 mumbai indians sunil gavaskar