ટી૨૦ વર્લ્ડ કપ માટે આધાર બની રહેશે આઇપીએલ

09 April, 2021 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઑક્ટોબરમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બેસ્ટ પૉસિબલ ટીમનો અંદાજ આ લીગ દરમ્યાન મેળવવાનો પ્રયાસ કરશે

ફાઇલ તસવીર

આજથી શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ખરેખર તો ઑક્ટોરબમાં ભારતમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ડ્રાય-રન સમાન બની રહેશે, ખેલાડીઓ ઉપરાંત ભારતીય સહિત દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ માટે પણ. કોરોનાકાળમાં દેશ-વિદેશમાં આટલા મોટા કાફલાને મૅનેજ કરવા માટે ભારતીય ક્રિકેટ માટે આ એક ડ્રેસ-રિહર્સલ સમાન બની રહેશે અને જે-જે ખામીઓ છે એ સુધારી લેવાની તક પૂરી પાડશે. દરેક દેશનાં ક્રિકેટ બોર્ડે ભારતીય પિચ પર કયો પ્લેયર બેસ્ટ રહેશે અને કયા ગેમ-પ્લાન સાથે ટીમ ઘડવી એનો અંદાજ આ આઇપીએલ દરમ્યાન મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળશે.

મિશન ટી૨૦ વર્લ્ડ કપ

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ટી૨૦ વર્લ્ડ કપમાં કયા ખેલાડીઓને ટીમની સ્ક્વૉડમાં સામેલ કરશે એ વાતનો અંદાજ આઇપીએલથી મળી રહેશે. સિનિયર અને અનુભવી યુવા ખેલાડીઓ ઉપરાંત નવા યુવા ખેલાડીઓ પણ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસ કરતા જોવા મળશે. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ સહિત રાહુલ તેવટિયા, ટી. નટરાજન, વરુણ ચક્રવર્તી વચ્ચે ખાસ્સી સ્પર્ધા જોવા મળી શકે છે. વારંવાર ઈજાગ્રસ્ત થનારા ભુવનેશ્વર કુમાર, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ સંભાળીને રમવું પડશે.

બે યુવા કૅપ્ટન થઈ રહ્યા તૈયાર

આઇપીએલમાં આ વખતે સંજુ સૅમસન (રાજસ્થાન રૉયલ્સ) અને રિષભ પંત (દિલ્હી કૅપિટલ્સ)ના રૂપમાં બે યુવા કૅપ્ટન જોવા મળશે. તેમના અને તેમની ટીમના પર્ફોર્મન્સ પર દરેકની નજર રહેશે. જે પણ સફળ રહેશે તે ટીમ ઇન્ડિયા માટે વિરાટ કોહલી-રોહિત શર્માના અનુગામી તરીકેની દાવેદારી નોંધાવશે.

નો હોમ ઍડ્વાન્ટેજ

ભારતમાં રમાનારી આ પહેલી સીઝન હશે જેમાં કોઈ ટીમ હોમ-ઍન્ડવાન્ટેજ નહીં મેળવી શકે. પાંચ-છ ઝોનમાં લીગ રાઉન્ડને વહેંચી નાખવામાં આવ્યો છે. મુંબઈની અમુક મૅચો ચેન્નઈમાં રમાશે તો ચેન્નઈની મુંબઈમાં.

સ્પિનરોની ફરી બોલબાલા

ગયા વર્ષે આઇપીએલ યુએઈમાં રમાઈ હોવાથી સ્પિનરોને જોઈએ એવો લાભ નહોતો મળ્યો, પણ આ વર્ષે આઇપીએલ ભારતમાં હોવાથી સ્પિનરો તરખાટ મચાવી શકે છે. ગયા વર્ષે સ્પિનરોએ એકંદરે ૩૪.૦૩ની સરેરાશથી વિકેટ મેળવી હતી, જે બીજો સૌથી ખરાબ પર્ફોર્મન્સ રહ્યો હતો. આ વખતે કમબૅક કરીને ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની યોજના બનાવી શકે છે. બીજી તરફ બાયો-બબલ ફ્રૅન્ચાઇઝી માટે અને ખેલાડીઓ માટે ચિંતાનો પ્રશ્ન છે.

11 - ૨૦૧૬ની સીઝનમાં વિરાટ કોહલી આટલીવાર ૫૦ પ્લસની ઇનિગ્સ રમ્યો હતો. જે એક સીઝનમાં સૌથી વધુ ૫૦ પ્લસના સ્કોરનો રેકોર્ડ છે. નવ ઇનિગ્સ સાથે વોર્નર બીજા નંબરે છે.

203 - આઇપીએલમાં સૌથી વધુ આટલી મૅચ મુંબઇ રમ્યું છે. આ દરમ્યાન સૌથી વધુ ૧૧૮ જીતનો પણ રેકોર્ડ તેમના નામે છે. ઉપરાંત સૌથી વધુ  પાંચવાર ચૅમ્પિયન પણ તેઓ જ બન્યા છે.

આઇપીએલના આંકડાઓ પર એક નજર

sports sports news cricket news indian premier league ipl 2021 world t20 chennai super kings mumbai indians kolkata knight riders sunrisers hyderabad rajasthan royals kings xi punjab royal challengers bangalore delhi capitals