ચેન્નઈને હરાવ્યા પછી પંતે કહ્યું, ‘હું ધોની પાસેથી ઘણું શીખ્યો છું’

12 April, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૉસ માટે મહેન્દ્ર સિંહ ધોની સાથે આવવું ઘણું સ્પેશ્યલ હતું: રિષભ પંત

શનિવારે દિલ્હીની જીત બાદ ચેન્નઈની ટીમ સાથે ગર્વભેર પૅવિલિયનમાં આવી રહેલો કૅપ્ટન અને વિકેટકીપર રિષભ પંત (તસવીર: પી.ટી.આઇ.)

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧માં ગુરુ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને શિષ્ય રિષભ પંતની દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાયેલી મૅચમાં શિષ્ય પંતે બાજી મારી હતી. વાસ્તવમાં શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો હોવાથી રિષભ પંતને દિલ્હીની કપ્તાની સોંપવામાં આવી હતી અને કપ્તાન તરીકે આઇપીએલની પહેલી મૅચ તે પોતાના જ ગુરુ મહેન્દ્ર સિંહ ધોની સામે રમ્યો હતો, જેમાં તેણે વિજય મેળવ્યો હતો. મૅચ જીત્યા બાદ પંતે ધોનીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે ધોની પાસેથી ઘણું બધું શીખ્યો છે.

પંતે કહ્યું કે ‘ટૉસ માટે મહેન્દ્ર સિંહ ધોની સાથે આવવું ઘણું સ્પેશ્યલ હતું. હું તેમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. મૅચના વચલા તબક્કામાં હું થોડો દબાણમાં હતો, પણ આવેશ અને ટૉમ કરૅને સારું પ્રદર્શન કરી ટીમને ૧૮૮ રનમાં અટકાવી દીધી હતી. જ્યારે અંતમાં તમને વિજય મળે છે ત્યારે ઘણું સારું લાગે છે. અમે વિચારતા હતા કે નૉર્કિયા અને રબાડાની ગેરહાજરીમાં શું કરીશું, કેમ કે અમારી પાસે જે વિકલ્પ ઉપલબ્ધ હતા એની સાથે જ અમારે આગળ વધવાનું હતું. પાવર-પ્લેમાં પૃથ્વી શૉ અને શિખર ધવને ઘણું સારું પ્રદર્શન કર્યું. તેઓ ઘણી સરળતાથી સારા શૉટ રમ્યા.’

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings delhi capitals Rishabh Pant ms dhoni mahendra singh dhoni