કૅપ્ટન ધોનીને ૧૨ લાખ રૂપિયાનો દંડ

12 April, 2021 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે સમયને લઈને આયોજકોએ નિયમ કડક કરી દીધા છે

દિલ્હીના પૃથ્વી શૉએ શનિવારે ૭૨ રન બનાવ્યા હતા, પણ ચેન્નઈના ધોની માટે એ સાવ નિષ્ફળ દિવસ રહ્યો હતો (તસવીર: પી.ટી.આઇ.)

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ એની પહેલી મૅચ દિલ્હી સામે હારી ગઈ હતી. મૅચ હાર્યા બાદ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્લો ઓવર રેટને લીધે ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ વર્ષે સમયને લઈને આયોજકોએ નિયમ કડક કરી દીધા છે.

આઇપીએલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે‘મિનિમમ ઓવરરેટને લઈને ચેન્નઈની આ પહેલી ભૂલ હોવાને લીધે તેમના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ લગાડવામાં આવે છે.’

આ દંડ નિર્ધારિત સમયમાં ચેન્નઈએ ચોક્કસ ઓવર પૂરી ન કરી એ બદલ કરાયો છે. આઇપીએલના નવા નિયમ મુજબ આ સીઝનથી દરેક ટીમે નિર્ધારિત ઓવર ૯૦ મિનિટમાં પૂરી કરવાની હોય છે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings mahendra singh dhoni ms dhoni