ક્રિકેટરોએ ઊજવ્યો ફાધર્સ ડે

21 June, 2021 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટરોએ પણ આ દિવસે પોતાના પિતાને યાદ કર્યા હતા, જેમાં વિરાટ કોહલીથી માંડીને સચિન તેન્ડુલકરનો સમાવેશ હતો

ભારતીય ક્રિકેટરો પિતા સાથે

ગઈ કાલે સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડેની ઉજવણી થઈ હતી. આ દિવસે લોકો પિતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે છે તેમ જ પોતાના જીવનમાં પિતાના મહત્ત્વને પણ યાદ કરે છે. ભારતીય ક્રિકેટરોએ પણ આ દિવસે પોતાના પિતાને યાદ કર્યા હતા, જેમાં વિરાટ કોહલીથી માંડીને સચિન તેન્ડુલકરનો સમાવેશ હતો. કોહલીએ કહ્યું હતું કે ‘ઈશ્વરે મને ઘણી વસ્તુઓ આપી, પરંતુ એમાં સૌથી વધુ સુખ પિતાની હાજરી હતી. આજે પણ હું મારા પપ્પાને મિસ કરુ છું.’

બીજી તરફ તેન્ડુલકરે ફાધર્સ ડેએ પપ્પાનો હીંચકો પોતાના ફૅન્સને દેખાડતાં કહ્યું હતું કે ‘આપણી પાસે હંમેશાં એવી વસ્તુઓ હોય છે, જે ટાઇમ-મશીનની જેમ કામ કરે છે. આ મારા પપ્પાનો હીંચકો છે. બાબા, મને હંમેશાં તમારી યાદ આવે છે.’

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે પિતૃત્વ વિશે હું તમારી પાસેથી ઘણું શીખ્યો હતો. તમારા પ્રેમ અને માર્ગદર્શનને કારણે અમે જેકંઈ છીએ એ તમારા કારણે છીએ. શિખર ધવને પપ્પાનો ફોટો શૅર કરતાં લખ્યું હતું કે મને ઓછી ઉંમરમાં યોગ્ય મૂલ્ય શીખવાડવા બદલ તમારો આભાર. જેને હું હંમેશાં મારી સાથે રાખીશ. કુલદીપ યાદવે પણ પપ્પા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં લખ્યું હતું જેના પર હું હંમેશાં ભરોસો રાખી શકું, પછી કોઈ પણ વાત હોય.’

sports sports news india cricket news hardik pandya krunal pandya virat kohli fathers day sachin tendulkar shikhar dhawan