10 August, 2025 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટર્સે પણ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી
ગઈ કાલે ભારતીય ક્રિકેટર્સે પણ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રિષભ પંત, આકાશ દીપ, રિન્કુ સિંહ, શ્રેયસ ઐયર અને દીપક ચાહર સહિતના ક્રિકેટર્સે આ તહેવારના પોતાની બહેન સાથેના ક્યુટ ફોટો શૅર કર્યા હતા.
ઑલરાઉન્ડર્સ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ તો રક્ષાના કાયમી બંધનના પ્રતીક તરીકે એકબીજાને રાખડી બાંધીને ફોટો શૅર કર્યો હતો. તેમના દીકરાઓએ પણ આવી અનોખી રીતે રક્ષાબંધન ઊજવી હતી.
ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ સંજય બાંગરનાં સંતાનોની રક્ષાબંધન ભારે ચર્ચામાં રહી હતી, કારણ કે છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરે પહેલી વાર પોતાના ભાઈ અથર્વને બહેન તરીકે રાખડી બાંધી હતી.
આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલેએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રાખડી બાંધી હતી.