ઇંગ્લૅન્ડની મજબૂત શરૂઆત બાદ ભારતનો વળતો પ્રહાર

17 June, 2021 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ટીમની ટૂરની પહેલી અને એકમાત્ર ટેસ્ટમાં યજમાન ઇંગ્લૅન્ડની ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતતાંમજબૂત શરૂઆત કરી હતી. ભારતીય ટીમ ૨૪૦૧ દિવસ બાદ ટેસ્ટ રમવા મેદાનમાં ઊતરી હતી.

વિકેટનું સેલિબ્રેશન : સિવરને દીપ્તિ શર્માએ એલબીડબ્લ્યુમાં આઉટ કરીને ટેસ્ટ કરીઅરની પ્રથમ વિકેટ ઝડપી હતી.

ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ટીમની ટૂરની પહેલી અને એકમાત્ર ટેસ્ટમાં યજમાન ઇંગ્લૅન્ડની ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતતાંમજબૂત શરૂઆત કરી હતી.  ભારતીય ટીમ ૨૪૦૧ દિવસ બાદ ટેસ્ટ રમવા મેદાનમાં ઊતરી હતી. 

ઓપનિંગ જોડીની સૉલિડ શરૂઆત
ઇંગ્લૅન્ડની ઓપનિંગ જોડીએ ૨૦.૩ ઓવરમાં ૬૯ રન સાથે ટીમને એક સૉલિડ શરૂઆત કરાવી આપી હતી. બીજી વિકેટ ૧૪૦ રનના સ્કોર પર ગુમાવ્યા બાદ તેમનો એક સમયે સ્કોર બે વિકેટે ૨૪૦ રન હતો, પણ ત્યાર બાદ ભારતીય સ્પિનરો અને પહેલી જ ટેસ્ટ રમી રહેલી દીપ્તિ શર્મા અને સ્નેહ રાણા ત્રાટકતાં ઇંગ્લૅન્ડે ૨૪૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. 

લૉરેન બની પ્રથમ ઓપનર
પહેલી ઓપનર લૉરેન વિનફીલ્ડ-હિલ ૬૩ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૫ રન બનાવીને પૂજા વસ્ત્રાકરના બૉલમાં વિકેટકીપર તાનિયા ભાટિયાને કૅચ આપી બેઠી હતી. વસ્ત્રાકરની આ પહેલી ટેસ્ટ વિકેટ હતી, જ્યારે વિકેટકીપર તાનિયાનો પણ આ પહેલો જ ટેસ્ટ-શિકાર હતો. બીજી ઓપનર ટૅમી બ્યુયોમાઉન્ટે ૬૬ રન બનાવીને શેફાલી વર્માના એક શાનદાર કૅચને લીધે પૅવિલિયન પાછા ફરવું પડ્યું હતું. આ વિકેટ પણ સ્પિનર સ્નેહ રાણાની પ્રથમ ટેસ્ટ-વિકેટ હતી અને શેફાલી વર્માનો પણ ટેસ્ટક્રિ-કેટનો પ્રથમ કૅચ હતો. 

ભારત વતી પાંચ અને ઇંગ્લૅન્ડ વતી એક ડેબ્યુ
ભારતીય ટીમમાં ગઈ કાલે દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા, સ્નેહ રાણા અને તાનિયા ભાટિયા મળી પાંચ-પાંચ મહિલા ખેલાડીઓએ ટેસ્ટ કરીઅરની શરૂઆત કરી હતી. જ્યારે ઇંગ્લૅન્ડ વતી એક જ સોફિયા ડન્કલીએ ડેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ઇંગ્લૅન્ડની મહિલા ટીમમાં રમનાર સોફિયા પ્રથમ બ્લૅક ખેલાડી બની હતી. 

cricket news sports news sports india england indian womens cricket team