28 June, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય વિમેન્સ ટીમની બન્ને ઓપનર શફાલી વર્મા અને સ્મૃતિ માન્ધના.
ભારતીય વિમેન્સ ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે આજથી-૨૮ જૂનથી ૨૨ જુલાઈ વચ્ચે પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે આજથી પહેલી વાર પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૬ T20 સિરીઝમાં હમણાં સુધી ઇંગ્લૅન્ડે જ બાજી મારી છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ડિસેમ્બર ૨૦૨૩માં T20 મૅચ રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો.
આ બન્ને ટીમ વચ્ચે હમણાં સુધી ૩૦ T20 મૅચ રમાઈ છે, જેમાંથી ઇંગ્લૅન્ડ બાવીસ મૅચમાં અને ભારતે માત્ર આઠ મૅચમાં જીત મેળવી છે. ભારતીય મહિલાઓ વર્ષ ૨૦૨૨ બાદ પહેલી વાર ઇંગ્લૅન્ડમાં T20 મૅચ રમશે. ઇંગ્લૅન્ડ સામે તેમની ધરતી પર ભારતે અગિયાર મૅચ રમી છે, જેમાંથી ઇંગ્લૅન્ડે ૮ અને ભારતે ત્રણ T20 મૅચ જીતી છે.
ભારતીય સમય અનુસાર પાંચ મૅચની T20 સિરીઝનું શેડ્યુલ
૨૮ જૂન : નૉટિંગહૅમ - સાંજે ૭ વાગ્યે
૧ જુલાઈ : બ્રિસ્ટલ - રાત્રે ૧૧ વાગ્યે
૪ જુલાઈ : ધ ઓવલ - રાત્રે ૧૧.૦૫ વાગ્યે
૯ જુલાઈ : મૅન્ચેસ્ટર - રાત્રે ૧૧ વાગ્યે
૧૨ જુલાઈ : બર્મિંગહૅમ - રાત્રે ૧૧.૦૫ વાગ્યે