ફાઇનલ પહેલાં થઈ વિરાટની ચડતી, વિલિયમસનની પડતી

17 June, 2021 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલથી ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં શરૂ થનારી ટેસ્ટની ફાઇનલ પહેલાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને ગુડ ન્યૂઝ મળ્યા છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને એક બૅડ ન્યુઝ મળ્યા છે

વિરાટ કોહલી

આવતી કાલથી ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં શરૂ થનારી ટેસ્ટની ફાઇનલ પહેલાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને ગુડ ન્યૂઝ મળ્યા છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને એક બૅડ ન્યુઝ મળ્યા છે. ગઈ કાલે આઇસીસીએ જાહેર કરેલા ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન વિલિયમસને તેનું નંબર-વનનું સ્થાન ગુમાવી દીધું છે અને ઑસ્ટ્રેલિયન બૅટ્સમેન સ્ટીવ સ્મિથ તેના સ્થાને બિરાજમાન થયો છે. જ્યારે બીજી તરફ ભારતીય કૅપ્ટન પાંચમા ક્રમાંકથી ચોથા ક્રમાંકે આવી ગયો છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પહેલી ટેસ્ટમાં ફ્લૉપ શો અને બીજી ટેસ્ટમાં ઇન્જરીને લીધે ન રમવા બદલ વિલિયમસનને રૅન્કિંગમાં પડતી જોવી પડી છે, જ્યારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટના આ સિરીઝમાં ફ્લૉપ શોને લીધે વિરાટને એક ક્રમાંકનું પ્રમોશન અપાવી દીધું છે. 

સ્થિમ ૮૯૧ રૅટિંગ પૉઇન્ટ સાથે પહેલા નંબરે, વિલિયમસન ૮૮૬ પૉઇન્ટ સાથે બીજા નંબરે, જ્યારે ઑસ્ટ્રેલિયન માર્નસ લબુશેન (૮૭૮) ત્રીજા, વિરાટ (૮૧૪) ચોથા અને જો રૂટ (૭૯૭) પાંચમા નંબરે છે. 

ટૉપ ટેન બૅટ્સમેનોમાં ભારતના વિરાટ ઉપરાંત રોહિત શર્મા અને રિષભ પંત (સંયુક્ત રીતે છઠ્ઠા નંબરે) છે, જ્યારે કિવી પ્લેયરોમાં વિલિયમસન ઉપરાંત હેન્રી નિકોલસ આઠમા ક્રમાંકે છે. બોલરોમાં ભારતનો એકમાત્ર રવિન્દ્રન અશ્વિન બીજા નંબરે છે જ્યારે કિવી ટીમના બે પેસ બોલરો ટીમ સાઉધી ત્રીજા અને નીલ વૅનગર પાંચમાં ક્રમાંકે છે.

cricket news sports news sports england new zealand india