T20 વર્લ્ડ કપમાં મિતાલી રાજને પછાડીને ભારતની હાઇએસ્ટ રન-સ્કોરર બની કૅપ્ટન હરમનપ્રીત કૌર

16 June, 2026 11:01 AM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

મૅચ બાદ હરમને ૪૦ મૅચમાં ૭૬૨ રન સાથે આ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે

હરમનપ્રીત કૌર

પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપમાં ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૪ ફોરની મદદથી ૩૫ બૉલમાં ૩૬ રન કર્યા હતા. આ ઇનિંગ્સની મદદથી હરમનપ્રીત કૌર T20 વર્લ્ડ કપમાં મિતાલી રાજને પછાડીને ભારતની હાઇએસ્ટ રન-સ્કોરર બની છે.

૨૦૦૯થી ૨૦૧૮ વચ્ચે ભારતની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજે ૨૪ મૅચમાં પાંચ ફિફ્ટીના આધારે ૭૨૬ રન કર્યા હતા. પાકિસ્તાન સામેની મૅચ પહેલાં મિતાલી રાજ સાથે આટલા રનને જૉઇન્ટ રેકૉર્ડ  હરમનપ્રીત કૌરના નામે હતો. મૅચ બાદ હરમને ૪૦ મૅચમાં ૭૬૨ રન સાથે આ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. વિમેન્સ T20 વર્લ્ડ કપના હાઇએસ્ટ રન સ્કોરર્સમાં હરમનપ્રીત કૌર નવમા ક્રમે છે. 
વન-ડે ફૉર્મેટના વર્લ્ડ કપમાં મિતાલી રાજ હજી પણ ભારતની હાઇએસ્ટ રન-સ્કોરર છે. મિતાલી રાજે વન-ડે વર્લ્ડ કપમાં ૩૮ મૅચમાં ૧૩૨૧ રન કર્યા છે. આ લિસ્ટમાં બીજા ક્રમે હરમનપ્રીત કૌર છે જેણે ૩૫ મૅચમાં ૧૧૩૬ રન કર્યા છે. જો હરમનપ્રીત રમવાનું ચાલુ રાખશે તો વન-ડે વર્લ્ડ કપમાં પણ મિતાલી રાજનો હાઈએસ્ટ રન સ્કોરરનો રેકૉર્ડ તોડી શકશે.

harmanpreet kaur mithali raj womens world cup t20 world cup indian womens cricket team cricket news sports sports news india pakistan