06 February, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ૧૨ અને કોલંબોમાં ૮ કૅપ્ટનોએ ભેગા મળીને કરેલા ફોટોશૂટની મદદથી ICCએ વર્લ્ડ કપ ટ્રોફી સાથેનો આ ફોટો તૈયાર કર્યો હતો
મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો રોમાંચ આવતી કાલે ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી વિશ્વભરમાં જોવા મળશે. ભારત અને શ્રીલંકા પહેલી વખત એકસાથે આ ટુર્નામેન્ટની યજમાની કરશે. શ્રીલંકા ૨૦૧૨ અને ભારત ૨૦૧૬માં મેન્સ T20 વર્લ્ડ કપમાં યજમાન હતું. ભારતના મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ અને શ્રીલંકાના કોલંબો, પલેકેલેમાં વર્લ્ડ કપની પંચાવન મૅચો રમાશે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ કપ પહેલાં એક ઐતિહાસિક અને અનોખો નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં પરંપરાગત રીતે યોજાતો કૅપ્ટન્સ ડે આ વખતે કોઈ એક સ્થળે નહીં પણ બે અલગ-અલગ દેશોનાં શહેરોમાં ગઈ કાલે યોજાયો હતો. ભારત અને શ્રીલંકા સહ-યજમાન હોવાને કારણે અને લૉજિસ્ટિક્સની સરળતા માટે મુંબઈ અને કોલંબોમાં કૅપ્ટન્સ ડે ઇવેન્ટ યોજાઈ હતી.
મોટા ભાગની મૅચ ભારતમાં રમાવાની હોવાથી ટીમ ઇન્ડિયા સહિતની ૧૨ ટીમના કૅપ્ટન્સ મુંબઈમાં અને શ્રીલંકામાં પોતાની વર્લ્ડ કપની મૅચો રમનાર પાકિસ્તાન સહિતની ૮ ટીમના કૅપ્ટન્સ કોલંબોમાં કૅપ્ટન્સ ડે ઇવેન્ટમાં જોડાયા હતા. ફન ઍક્ટિવિટી અને ટ્રોફી ફોટોશૂટમાં ભાગ લીધા બાદ બપોરે કૅપ્ટન્સે પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા.
T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સતત બીજી વખત ૨૦ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ૨૦ ટીમને પાંચ-પાંચ ટીમનાં ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-સ્ટેજની ૪૦ મૅચ પછી સુપરએઇટ રાઉન્ડ બે ગ્રુપ પાડીને રમાશે. બે સુપરએઇટ ગ્રુપમાંથી દરેકમાંથી ટોચની બે ટીમો સેમી-ફાઇનલમાં પ્રવેશ કરશે અને એ પછી ફાઇનલ રમાશે.
ગ્રુપ Aમાં ભારત, નામિબિયા, નેધરલૅન્ડ્સ, પાકિસ્તાન, અમેરિકા; ગ્રુપ Bમાં ઑસ્ટ્રેલિયા, આયરલૅન્ડ, ઓમાન, શ્રીલંકા, ઝિમ્બાબ્વે; ગ્રુપ Cમાં ઇંગ્લૅન્ડ, ઇટલી, નેપાલ, સ્કૉટલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ; ગ્રુપ Dમાં અફઘાનિસ્તાન, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ આરબ એમિરેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
|
T20 વર્લ્ડ કપ ક્યારે કોણ જીત્યું? |
|||
|
વર્ષ |
ચૅમ્પિયન |
રનર અપ |
યજમાન દેશ |
|
૨૦૦૭ |
ભારત |
પાકિસ્તાન |
સાઉથ આફ્રિકા |
|
૨૦૦૯ |
પાકિસ્તાન |
શ્રીલંકા |
ઇંગ્લૅન્ડ |
|
૨૦૧૦ |
ઇંગ્લૅન્ડ |
ઑસ્ટ્રેલિયા |
વેસ્ટ ઇન્ડીઝ |
|
૨૦૧૨ |
વેસ્ટ ઇન્ડીઝ |
શ્રીલંકા |
શ્રીલંકા |
|
૨૦૧૪ |
શ્રીલંકા |
ભારત |
બંગલાદેશ |
|
૨૦૧૬ |
વેસ્ટ ઇન્ડીઝ |
ઇંગ્લૅન્ડ |
ભારત |
|
૨૦૨૧ |
ઑસ્ટ્રેલિયા |
ન્યુ ઝીલૅન્ડ |
ઓમાન-UAE |
|
૨૦૨૨ |
ઇંગ્લૅન્ડ |
પાકિસ્તાન |
ઑસ્ટ્રેલિયા |
|
૨૦૨૪ |
ભારત |
સાઉથ આફ્રિકા |
અમેરિકા-વેસ્ટ ઇન્ડીઝ |
ભારત (૯ વર્લ્ડ કપ) બાવન મૅચમાંથી ૩૬માં જીત, ૧૫માં હાર, એક નો-રિઝલ્ટ
શ્રીલંકા (૯ વર્લ્ડ કપ) ૫૪ મૅચમાંથી ૩૩માં જીત, ૨૧માં હાર
સાઉથ આફ્રિકા (૯ વર્લ્ડ કપ) ૪૯ મૅચમાંથી ૩૨માં જીત, ૧૬માં હાર, એક નો-રિઝલ્ટ
ઑસ્ટ્રેલિયા (૯ વર્લ્ડ કપ) ૪૭ મૅચમાંથી ૩૦માં જીત, ૧૭માં હાર
પાકિસ્તાન (૯ વર્લ્ડ કપ) ૫૧ મૅચમાંથી ૩૦માં જીત, ૨૧માં હાર
ઇંગ્લૅન્ડ (૯ વર્લ્ડ કપ) બાવન મૅચમાંથી ૨૮માં જીત, બાવીસમાં હાર, બે નો-રિઝલ્ટ
ન્યુ ઝીલૅન્ડ (૯ વર્લ્ડ કપ) ૪૬ મૅચમાંથી પચીસમાં જીત, ૨૧માં હાર
વેસ્ટ ઇન્ડીઝ (૯ વર્લ્ડ કપ) ૪૬ મૅચમાંથી પચીસમાં જીત, ૨૦માં હાર, એક નો-રિઝલ્ટ
અફઘાનિસ્તાન (૭ વર્લ્ડ કપ) ૩૦ મૅચમાંથી ૧૨માં જીત, ૧૮માં હાર
નેધરલૅન્ડ્સ (૬ વર્લ્ડ કપ) ૨૭ મૅચમાંથી ૧૦માં જીત, ૧૬માં હાર, એક નો-રિઝલ્ટ
ઝિમ્બાબ્વે (૬ વર્લ્ડ કપ) ૨૦ મૅચમાંથી ૮માં જીત, ૧૧માં હાર, એક નો-રિઝલ્ટ
સ્કૉટલૅન્ડ (૬ વર્લ્ડ કપ) બાવીસ મૅચમાંથી ૭માં જીત, ૧૩માં હાર, બે નો-રિઝલ્ટ
આયરલૅન્ડ (૮ વર્લ્ડ કપ) ૨૮ મૅચમાંથી ૭માં જીત, ૧૮માં હાર, ૩ નો-રિઝલ્ટ
નામિબિયા (૩ વર્લ્ડ કપ) ૧૫ મૅચમાંથી પાંચમાં જીત, ૧૦માં હાર
અમેરિકા (૧ વર્લ્ડ કપ) ૬ મૅચમાંથી બેમાં જીત, ૪માં હાર
નેપાલ (૨ વર્લ્ડ કપ) ૭ મૅચમાંથી બેમાં જીત, ૪માં હાર, એક નો-રિઝલ્ટ
ઓમાન (૩ વર્લ્ડ કપ) ૧૦ મૅચમાંથી બેમાં જીત, ૭માં હાર, એક નો-રિઝલ્ટ
કૅનેડા (૧ વર્લ્ડ કપ) ૪ મૅચમાંથી ૧માં જીત, બેમાં હાર, એક નો-રિઝલ્ટ
UAE (૨ વર્લ્ડ કપ) ૬ મૅચમાંથી ૧માં જીત, પાંચમાં હાર
ઇટલી (ઝીરો વર્લ્ડ કપ) પહેલી વખત વર્લ્ડ કપમાં એન્ટ્રી
તારીખ મૅચ સમય વેન્યુ
૭ ફેબ્રુઆરી નેધરલૅન્ડ્સ vs પાકિસ્તાન સવારે ૧૧ કોલંબો
૭ ફેબ્રુઆરી સ્કૉટલૅન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ બપોરે ૩ કલકત્તા
૭ ફેબ્રુઆરી ભારત vs અમેરિકા સાંજે ૭ મુંબઈ
૮ ફેબ્રુઆરી અફઘાનિસ્તાન vs ન્યુ ઝીલૅન્ડ સવારે ૧૧ ચેન્નઈ
૮ ફેબ્રુઆરી ઇંગ્લૅન્ડ vs નેપાલ બપોરે ૩ મુંબઈ
૮ ફેબ્રુઆરી શ્રીલંકા vs આયરલૅન્ડ સાંજે ૭ કોલંબો
૯ ફેબ્રુઆરી સ્કૉટલૅન્ડ vs ઇટલી સવારે ૧૧ કલકત્તા
૯ ફેબ્રુઆરી ઝિમ્બાબ્વે vs ઓમાન બપોરે ૩ કોલંબો
૯ ફેબ્રુઆરી સાઉથ આફ્રિકા vs કૅનેડા સાંજે ૭ અમદાવાદ
૧૦ ફેબ્રુઆરી નેધરલૅન્ડ્સ vs નામિબિયા સવારે ૧૧ દિલ્હી
૧૦ ફેબ્રુઆરી ન્યુ ઝીલૅન્ડ vs UAE બપોરે ૩ ચેન્નઈ
૧૦ ફેબ્રુઆરી પાકિસ્તાન vs અમેરિકા સાંજે ૭ કોલંબો
૧૧ ફેબ્રુઆરી સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન સવારે ૧૧ અમદાવાદ
૧૧ ફેબ્રુઆરી આૅસ્ટ્રેલિયા vs આયરલૅન્ડ બપોરે ૩ કોલંબો
૧૧ ફેબ્રુઆરી ઇંગ્લૅન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ સાંજે ૭ મુંબઈ
૧૨ ફેબ્રુઆરી શ્રીલંકા vs ઓમાન સવારે ૧૧ પલેકેલે
૧૨ ફેબ્રુઆરી નેપાલ vs ઇટલી બપોરે ૩ મુંબઈ
૧૨ ફેબ્રુઆરી ભારત vs નામિબિયા સાંજે ૭ દિલ્હી
૧૩ ફેબ્રુઆરી આૅસ્ટ્રેલિયા vs ઝિમ્બાબ્વે સવારે ૧૧ કોલંબો
૧૩ ફેબ્રુઆરી કૅનેડા vs UAE બપોરે ૩ દિલ્હી
૧૩ ફેબ્રુઆરી અમેરિકા vs નેધરલૅન્ડ્સ સાંજે ૭ ચેન્નઈ
૧૪ ફેબ્રુઆરી આયરલૅન્ડ vs ઓમાન સવારે ૧૧ કોલંબો
૧૪ ફેબ્રુઆરી ઇંગ્લૅન્ડ vs સ્કૉટલૅન્ડ બપોરે ૩ કલકત્તા
૧૪ ફેબ્રુઆરી ન્યુ ઝીલૅન્ડ vs સાઉથ આફ્રિકા સાંજે ૭ અમદાવાદ
૧૫ ફેબ્રુઆરી વેસ્ટ ઇન્ડીઝ vs નેપાલ સવારે ૧૧ મુંબઈ
૧૫ ફેબ્રુઆરી અમેરિકા vs નામિબિયા બપોરે ૩ ચેન્નઈ
૧૫ ફેબ્રુઆરી ભારત vs પાકિસ્તાન સાંજે ૭ કોલંબો
૧૬ ફેબ્રુઆરી અફઘાનિસ્તાન vs UAE સવારે ૧૧ દિલ્હી
૧૬ ફેબ્રુઆરી ઇંગ્લૅન્ડ vs ઇટલી બપોરે ૩ કલકત્તા
૧૬ ફેબ્રુઆરી આૅસ્ટ્રેલિયા vs શ્રીલંકા સાંજે ૭ પલેકેલે
૧૭ ફેબ્રુઆરી ન્યુ ઝીલૅન્ડ vs કૅનેડા સવારે ૧૧ ચેન્નઈ
૧૭ ફેબ્રુઆરી આયરલૅન્ડ vs ઝિમ્બાબ્વે બપોરે ૩ પલેકેલે
૧૭ ફેબ્રુઆરી સ્કૉટલૅન્ડ vs નેપાલ સાંજે ૭ મુંબઈ
૧૮ ફેબ્રુઆરી સાઉથ આફ્રિકા vs UAE સવારે ૧૧ દિલ્હી
૧૮ ફેબ્રુઆરી પાકિસ્તાન vs નામિબિયા બપોરે ૩ કોલંબો
૧૮ ફેબ્રુઆરી ભારત vs નેધરલૅન્ડ્સ સાંજે ૭ અમદાવાદ
૧૯ ફેબ્રુઆરી વેસ્ટ ઇન્ડીઝ vs ઇટલી સવારે ૧૧ કલકત્તા
૧૯ ફેબ્રુઆરી શ્રીલંકા vs ઝિમ્બાબ્વે બપોરે ૩ કોલંબો
૧૯ ફેબ્રુઆરી અફઘાનિસ્તાન vs કૅનેડા સાંજે ૭ ચેન્નઈ
૨૦ ફેબ્રુઆરી આૅસ્ટ્રેલિયા vs ઓમાન સાંજે ૭ પલેકેલે
T20 વર્લ્ડ કપ 2026ના નૉકઆઉટ રાઉન્ડનું શેડ્યુલ
૨૧ ફેબ્રુઆરીથી ૧ માર્ચ : સુપરએઇટ ગ્રુપ વન અને ટૂની મૅચો. ગ્રુપ વનની મૅચો ભારતમાં રમાશે અને ગ્રુપ ટૂની મૅચો શ્રીલંકામાં રમાશે.
૪ અને પાંચ માર્ચ : સેમી-ફાઇનલ વન અને ટૂ
ફાઇનલ : ૮ માર્ચ n નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ (પાકિસ્તાન ફાઇનલમાં આવે તો કોલંબો)