મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઓલ્ડેસ્ટ-યંગેસ્ટ પ્લેયર પાકિસ્તાન અને ભારતીય મૂળના છે

05 February, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ૨૦ ટીમોના ૩૦૦ જેટલા પ્લેયરો ભાગ લઈ રહ્યા છે

મોહમ્મદ નદીમ, યુવરાજ સિંહ

ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ૨૦ ટીમોના ૩૦૦ જેટલા પ્લેયરો ભાગ લઈ રહ્યા છે. દરેક ટુર્નામેન્ટમાં ઓલ્ડેસ્ટ અને યંગેસ્ટ પ્લેયરની રસપ્રદ માહિતી સામે આવતી હોય છે. વર્તમાન વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ભારતીય મૂળના પ્લેયર અનુક્રમે ઓલ્ડેસ્ટ અને યંગેસ્ટ પ્લેયર છે.

ઓમાન માટે રમનાર ઑલરાઉન્ડર મોહમ્મદ નદીમ ૪૩ વર્ષ ૧૧૭ દિવસ સાથે ટુર્નામેન્ટનો સૌથી ઉંમરલાયક પ્લેયર છે. પાકિસ્તાનમાં જન્મેલો આ ફાસ્ટ બોલર ઓમાન માટે ૨૦૧૫થી ૪૨ વન-ડે અને ૭૦ T20 મૅચ રમ્યો છે.

કૅનેડાનો ઓપનર યુવરાજ સિંહ સમરા ૧૯ વર્ષ ૧૨૮ દિવસની ઉંમર સાથે આ ટુર્નામેન્ટનો સૌથી યંગેસ્ટ પ્લેયર છે. માર્ચ ૨૦૨૫માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર યુવરાજ ૮ વન-ડે અને ૧૬ T20 મૅચ રમ્યો છે. આ બન્ને પ્લેયરની ઉંમરમાં ૨૪ વર્ષનો તફાવત છે. 

t20 world cup india sri lanka afghanistan australia south africa england united states of america west indies ireland new zealand pakistan canada netherlands italy zimbabwe namibia nepal oman united arab emirates scotland cricket news sports sports news